ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત અમદાવાદઃ ગુજરાતમાં 24 કલાકથી ભારે વરસાદને કારણે રતલામ ગોધરા રેલવે સ્ટેશન તેમજ અમરગઢ અને પંચપીપલીયા સ્ટેશન વચ્ચે અનેક પ્રભાવિત થઈ છે. જેના કારણે તેમના ઓરિજિનલ રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે જ્યારે અમુક ટ્રેનના સમયનો ફેરફાર કરવામાં આવ્યો છે.
કઈ કઈ ટ્રેનને રદ કરવામાં આવી:
- મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ
- મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ
- મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ
- દાદર પોરબંદર એક્સપ્રેસ
- અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ
- અમદાવાદ મુંબઈ ડબલ ડેકર એક્સપ્રેસ
- અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ
- અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ
કઈ ટ્રેનનો સમય બદલાયો:
- દાદર -બિકાનેર એક્સપ્રેસ 3 વાગેની જગ્યાએ સાંજે 6:30 વાગે ઉપડશે.
- મુંબઈ સેન્ટ્રલ - હઝરત નિઝામુદ્દીન ઓગસ્ટ એક્સપ્રેસ રાજધાની ટ્રેન 5:10 ની જગ્યાએ વહેલી સવાર 01:30 કલાકે ઉપડશે.
- મુંબઈ સેન્ટ્રલ- જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ સાંજે 5:10 ની જગ્યાએ વહેલી સવારે 01:00 વાગે ઉપડશે.
- ઇન્દોરથી મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ રાત્રે 11:00 વાગે ની જગ્યાએ હવે વહેલી સવારે 6 વાગે ઉપડશે.
કઈ કઈ ટ્રેનના રૂટ ટૂંકાવવામાં આવ્યા:
- અમદાવાદ મુંબઈ કર્ણાવતી એક્સપ્રેસને વાપી ખાતે શોર્ટ ટર્મિનલ કરવામાં આવી છે.
- ભુજ દાદર એક્સપ્રેસને વલસાડ સુધી ટર્મિનસ કરવામાં આવી છે.
- કોટા વડોદરા એક્સપ્રેસને રતલામ સુધી ચલાવવામાં આવી રહી છે.
- ભોપાલ દાહોદ એક્સપ્રેસને નાગદા સુધી સંચાલન કરવામાં આવી રહ્યું છે.
- અજમેર બાંદ્રા ટર્મિનસને મંદસોર સુધી સંચાલન કરવામાં આવી રહ્યું છે.
- બિકાનેર બાંદ્રા સ્પેશિયલ ટ્રેનને અમદાવાદ સુધી જ ચલાવવામાં આવી રહી છે
- ઇન્દોર ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસને અમદાવાદ સુધી ચલાવવામાં આવી રહી છે
કઈ કઈ ટ્રેન અન્ય રૂટ પર:
- બાંદ્રા ટર્મિનલ્સથી હરિદ્વાર દેહરાદુન એક્સપ્રેસને અમદાવાદ પાલનપુર, ભરતપુર,મથુરા જંકશન થઈને ચલાવવામાં આવી રહી છે.
મુંબઈ સેન્ટ્રલથી અમૃતસર એક્સપ્રેસને નંદુબા, ભુસાવલ, ઇટારસી,ભોપાલ, ગુના, ગ્વાલિયર, આગરાના રૂટ પર સંચાલન કરવામાં આવી રહ્યું છે
- બાંદ્રા ટર્મિનસથી વૈષ્ણોદેવી કટરા સ્વરાજ એક્સપ્રેસને ભેસ્તાન, નંદુબાર, ભુસાવલ , ઇટારસી, ભોપાલ ,ગ્વાલિયર, આગરાના રોડ પર ચલાવવામાં આવી રહી છે.
- બનારસ ઓખા એક્સપ્રેસને રતલામ, ચિત્તોડગઢ, ઉદયપુર, અસારવા, અમદાવાદના રોડ ઉપર ડાયવર્ડ કરવામાં આવી છે.
- બરોની બાંદ્રા અવધ એક્સપ્રેસને રતલામ, ચિત્તોડગઢ, અજમેર, પાલનપુર, અમદાવાદ, વડોદરાના રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે.
- જયપુર મુંબઈ એક્સપ્રેસને જયપુર,અજમેર, પાલનપુર, અમદાવાદ, વડોદરાના રોડ ઉપર ડાયવર્ટ કરવામાં આવી છે.
- ગોરખપુર અમદાવાદ એક્સપ્રેસને રતલામ, ચિત્તોડગઢ, બેરાચ, ઉદયપુર, અસારવા, અમદાવાદના રોડ પર ડાયવર્ટ કરવામાં આવી છે.
- વારાણસી અમદાવાદ એક્સપ્રેસને રતલામ, ચિત્તોડગઢ, અજમેર, પાલનપુર ,અમદાવાદના રોડ પર ડાયવર્ટ કરવામાં આવી છે.
Gujarat Rain Update: ભારે વરસાદને કારણે ટ્રેન સેવા પ્રભાવિત, મુંબઈ જતી 11 ટ્રેન રદ્દ, હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી
Dahod Rain: દાહોદ પંથકમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, લોકોના ઘરમાં ફરી વળ્યા પાણી