સાવધાન: અમદાવાદમાં વધુ સ્પિડથી વાહન ચલાવશો તો ટ્રાફિક પોલીસની નજર તમારા પર જ હશે - vehicle high speed
અમદાવાદ : શહેરમાં વધતા જતા અકસ્માતોની પાછળનું એક કારણ વાહનની ગતિ પણ છે. કેટલાક કિસ્સાઓમાં ગંભીર રીતે અકસ્માત સર્જાય છે. શહેરમાં અકસ્માત અને ટ્રાફિકમાં ઘટાડો થાય તે હેતુથી અમદાવાદ શહેર પોલીસે જાહેરનામું રજૂ કર્યું છે. જેમાં શહેર પોલીસની હદમાં ચાલતા તમામ વાહનોની ગતિ નક્કી કરવામાં આવી છે. જે કોઈ આ નિયમનો ભંગ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

etv bharat ahmedabad
અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ પોલીસ કમિશ્નરની હદમાં આવતા એક્સપ્રેસ હાઇવે,નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે તથા શહેરના અન્ય માર્ગ ઉપર પસાર થતા વાહનોના અકસ્માતો ઘટાડવા અને વધારે ગતિવાળા વાહનોના અકસ્માતોથી થતી નુક્સાન અને ઇજાની માત્રા ઘટાડી માર્ગ સલામતી સ્તરમાં સુધારણા સાથે રાહદારી અને મુસાફરી કરતા નાગરિકો સહિત જાહેર જનતાને સુરક્ષા પ્રદાન કરવા હેતુથી વાહનોની ગતિ મર્યાદા સંબંધે હુકમ કરવામાં આવ્યો છે.
તમારા વાહનની વધુ સ્પીડ પર ટ્રાફિક પોલીસ રાખશે નિયંત્રણ
- વાહનનો પ્રકાર. ગતિ મર્યાદા
- ભારે અને મધ્યમ વાહન. 40કિમી
- ફોર વ્હીલર. 60કિમી
- થ્રિ વ્હીલર. 40કિમી
- ટુ વ્હીલર. 50કિમી
Last Updated : Aug 13, 2019, 10:40 AM IST