ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Congress: આપનો સાથ છોડી 20 કાર્યકર્તાએ કોંગ્રેસનો 'હાથ' પકડ્યો, વિપક્ષની 'શક્તિ' વધી - ગુજરાત કોંગ્રેસ

આમ આદમી પાર્ટીના જાહેરજીવનમાં અગ્રણી રહેલા કુલ 20થી વધુ અગ્રણી કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. આ સમયે કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષમાં જોડાનાર નેતાઓના આવકાર કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ બિમલ શાહ, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આમ આદમી પાર્ટીના 20થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
આમ આદમી પાર્ટીના 20થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

By

Published : Aug 19, 2023, 3:59 PM IST

અમદાવાદ:લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો ભરતી મેળો હોય તેવું જોવા મળી રહ્યું છે. આજે આમ આદમી પાર્ટીના 20 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે સૌને આવકારી અને કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો હતો. શક્તિસિંહ ગોહિલે તમામનું કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. થોડા દિવસ પહેલા પણ NCP અમદાવાદ શહેર પ્રમુખ આકાશ સરકાર સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. શક્તિસિંહ ગોહિલે તમામને ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકાર્યા હતા. ફરી આજે 20થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.

"ગુજરાતમાં ભાજપનું કુશાસન ગુજરાતના લોકો માટે ત્રાસદાયક બની ગયું છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહેલ છે. ત્યારે જનહિતમાં અમે કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો નિર્ણય કરેલ છે..--"આર. ત્રાડા (કોંગ્રેસમાં જોડાયેલ જેતપુર નગરપાલિકાના પ્રમુખ)

આ અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા:આજે કોંગ્રેસમાં જોડાનારમાં લીમડી વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયેશભાઈ ઠાકોર, આમ આદમી પાર્ટીના ખેડા જિલ્લા પ્રમુખ નલીનભાઈ બારોટ, ખેડા શહેર પ્રમુખ સમીર વોરા, આમ આદમી પાર્ટીના જનરલ સેક્રેટરી ખેડા જિલ્લાના દિનેશભાઈ પરમાર, આમ આદમી પાર્ટીના અમદાવાદ જિલ્લા મહામંત્રી પ્રકાશ પટેલ અને એજ્યુકેશન સેલ, ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ લક્ષ્મણભાઈ ચૌહાણના નામ છે. તેમજ 20થી વધુ આપના નેતા અને સામાજિક અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા છે.

શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષનું સભ્યપદ: વિવિધ પક્ષોમાંથી કાર્યકરો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ અને સતત છ ટર્મથી નગરસેવક તરીકે ચૂંટાયેલા પ્રમોદભાઈ આર. ત્રાડા તેમના ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. પ્રમોદભાઈ 1991માં ભાજપના યુવા મોરચાના પ્રમુખ હતા અને પ્રથમ વખત નગરપાલિકામાં ચૂંટાયા હતા. 2020 થી શાળા સંચાલક મંડળના પ્રમુખ છે. તેઓ ઉપરાંત આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ, પ્રદેશ કક્ષાના મહામંત્રીથી લઈને અનેક હોદ્દેદારો, અનેક વોર્ડના પ્રમુખ તેમજ બિન રાજકીય સામાજિક સંગઠનોના આગેવાનો વિગેરેએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષનું સભ્ય પદ ગ્રહણ કર્યું છે.

આ આગેવાનો પણ કોંગ્રેસમાં સમાવેશ:કોંગ્રેસ પક્ષમાં જોડાનાર પ્રમોદભાઈ આર. ત્રાડાની સાથે લીંબડી વિધાનસભાના અપક્ષ ઉમેદવાર અને યુનિટી ઓફ કોળી ઠાકોર સેના, ગુજરાતના પ્રમુખ જયેશભાઈ ઠાકોર (25,000 મત), આમ આદમી પાર્ટીના ખેડા જિલ્લા પ્રમુખ નલીનભાઈ બારોટ, ખેડા શહેર પ્રમુખ સમીર વોરા, ખેડા જિલ્લાના મહામંત્રી દિનેશભાઈ પરમાર, અમદાવાદ જિલ્લા મહામંત્રી પ્રકાશ પટેલ, એજ્યુકેશન સેલ, ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ લક્ષ્મણ ચૌહાણ, પ્રદેશ સહ મંત્રી પ્રકાશભાઈ પટેલ, વિરમગામ વિધાનસભા સંગઠન મંત્રી રાજુભાઈ પટેલ, એજ્યુકેશન સેલ, ગુજરાત પ્રદેશના મંત્રી ભાવિન પટેલ, એજ્યુકેશન સેલ, ખેડા જિલ્લા પ્રમુખ જીજ્ઞેશભાઈ ગોળ, અમદાવાદ જિલ્લા શિક્ષણ પરિષદના ઉપાધ્યક્ષ શિવરામ મકવાણા, અમદાવાદ જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સકીલ બેલીમ, અમદાવાદ શહેર એજ્યુકેશન સેલ મંત્રી અરવિંદભાઈ સોલા, લઘુમતી અમદાવાદ જિલ્લા મંત્રી ગની સૈયદ સાહેબ, શ્રમિક સેવા સંગઠનના મંત્રી પંકજસિંહ બારડ, બંધારણ સમિતિ, મહેસાણાના અધ્યક્ષ હસમુખ પટેલ સહિત અનેક હોદ્દેદારો, આગેવાનોનો સમાવેશ થાય છે.

  1. Karnataka election 2023: કન્નડ અભિનેતા ડૉ. શિવરાજકુમારની પત્ની કોંગ્રેસમાં જોડાયા, મધુ બંગરપ્પા માટે કરશે પ્રચાર
  2. Shettar joins Congress : ભાજપને આંચકો, પૂર્વ CM જગદીશ શેટ્ટર કોંગ્રેસમાં જોડાયા

ABOUT THE AUTHOR

...view details