આવતીકાલે શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે શપથગ્રહણ કરશે અમદાવાદ છેલ્લા દસ વર્ષ દરમિયાન ગુજરાત કોંગ્રેસમાં ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી. ત્યારે હવે ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી મજબૂત કરવા માટેની જવાબદારી સાંસદ શકિતસિંહ ગોહિલને સોંપવામાં આવી છે. આવતીકાલે શક્તિસિંહ ગોહિલ સત્તાવાર રીતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકેનું પદ ગ્રહણ કરશે. તેમનો શપથ ગ્રહણ સમારોહ કોંગ્રેસ ભવન ખાતે સવારે 10:00 વાગે યોજાશે. શપથ લેતા પહેલા શક્તિસિંહ ગોહિલ તેમના કાર્યકરો સાથે ગાંધી આશ્રમથી કોંગ્રેસ ભવન સુધીની પદયાત્રા કરશે.
આપણા ગુજરાત ઉપરથી મોટી આફત ટળી તેનો અત્યંત આનંદ છે. ગુજરાત પર જે અત્યંત વિકરાળ વાવાઝોડાની સંભાવના હતી તેમાંથી કુદરતે કોઈ જાનહાની વગર ગુજરાતને ઉગારેલ છે. સંભાવના વ્યક્ત થઈ હતી કે અત્યંત વિકરાળ વાવાઝોડું (Extremely Severe Cyclonic Storm) આવશે, પરંતુ ધીમે ધીમે તે સિવિયર સાયક્લોનમાં ફેરવાયું, તેની ઝડપ ઘટી અને જાનહાની ટળી. છેલ્લા ત્રણ દિવસથી અમે સૌથી વધુ પ્રભાવિત કચ્છ વિસ્તારમાં છીએ. અહી લોકોએ કોઈ પણ ભેદભાવ વગર માનવતાના ઉત્તમ પ્રશંસનીય કામ કર્યા છે. તેને બિરદાવવા શબ્દો નથી.--- શક્તિસિંહ ગોહિલ (ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ)
પદયાત્રામાં જોડાવા આમંત્રણ શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના જે વિસ્તારોમાં વાવાઝોડાની ગંભીર અસર હોય અને જ્યાં કોંગ્રેસ કાર્યકરને લોકહિતમાં કામમાં રહેવું જરૂરી હોય તેઓ ત્યાં જ રોકાઈ રહે. બાકીના વિસ્તારમાંથી મિત્રો તથા શુભચિંતકો આવતીકાલ રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ગાંધી આશ્રમથી પ્રદેશ કાર્યાલય સુધીની પદયાત્રામાં જોડાશે તો મને મારી નવી જવાબદારી વહન કરવામાં પ્રેરક બળ મળશે. સર્વેને પધારવા હાર્દિક નિમંત્રણ છે.
મજબૂત નેતાની છાપ શક્તિસિંહ ગોહિલની રાજ્કીય છાપ મજબૂત નેતા તરીકેની છે. સાથે સાથે સંગઠનને મજબૂત કરવાની પણ કામગીરીમાં તેમની હથોટી હોવાનું રાજકીય પંડિતો માને છે. જેથી આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા જોવામાં આવી રહી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવા વાળા કાર્યકરોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે. ત્યારે શકિતસિહ મહત્વના નિર્ણયો લે તેવી શક્યતા છે. આવતીકાલથી સત્તાવાર રીતે અધ્યક્ષનો ચાર્જ સંભાળ્યા બાદ તે કયા રાજકીય દાલ લગાવશે તેના પર સૌની નજર છે.
- Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાને લઇ હવે કૉંગ્રેસ સક્રિય બની, સરકારને પત્ર પાઠવી સહકાર દર્શાવ્યો
- Onion Price MSP: ડુંગળીના ભાવ 2 રૂપિયે કિલો મળતા દિલ્હીમાં પડઘા, શક્તિસિંહના સણસણતા પ્રહાર