અમદાવાદ:ગુજરાતમાં હવે કઇ સિઝન ચાલી રહી છે તે સમજમાં આવી રહ્યું નથી. કારણ કે સવારે ઠંડીની જમાવટ હોય છે તો બપોરના સુરજ દાદા કોપાયમાન હોય છે. તો ઘણીવાર વાળદો પણ વરસી પડે છે. જેના કારણે હવે લોકો અને ખાસ કરીને ખેડૂતોને થતું હોય છે કે આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે. કારણ કે ખેડૂતોનું પોતાનું જીવન પાક પર આધારિત હોય છે અને પાક વાતાવરણ પર નિર્ભય કરે છે.
Today Gujarat Weather: ઠંડીના ઠાર વચ્ચે ગરમીની પા..પા પગલી, પવન પલટાશે કાતિલ ઠંડીથી રાહત:રાજ્યમાં શિયાળાએ જમાવટ કરી હતી. જોકે હાડ ધ્રૂજાવતી ઠંડીમાં થોડી રાહત મળી છે. હવે કાતિલ ઠંડીથી રાહત મળશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, બે દિવસ બાદ ઠંડીનું જોર ઘટશે. વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો વધારો થશે. પવનની ગતિ ધીમી પડતા તાપમાન વધશે અને વેધર ડ્રાય રહેશે.
થોડી રાહત મળશે:હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં શનિવારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. આણંદમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 14 અનુભવાશે.
Today Gujarat Weather: ઠંડીના ઠાર વચ્ચે ગરમીની પા..પા પગલી, પવન પલટાશે તાપમાનમાં તેજીઃ જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે. ભરૂચમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અનુભવાશે.મોરબી, કચ્છ, પાટણ, મહેસાણા સહિતના કેટલાક જિલ્લામાં રાત્રિનું તાપમાન 10થી 13 ડિગ્રીની વચ્ચે રહેશે.
લઘુત્તમ તાપમાન:દાહોદમાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી થશે.
Today Gujarat Weather: ઠંડીના ઠાર વચ્ચે ગરમીની પા..પા પગલી, પવન પલટાશે પાટનગર તપશેઃ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે.
Today Gujarat Weather: ઠંડીના ઠાર વચ્ચે ગરમીની પા..પા પગલી, પવન પલટાશે મધ્ય ગુજરાતઃ મહેસાણામાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે. જયારે પંચમહાલનું મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેશે. તો પાટણનું મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેવાનું અનુમાન છે.
Today Gujarat Weather: ઠંડીના ઠાર વચ્ચે ગરમીની પા..પા પગલી, પવન પલટાશે ખેડૂતોને મળશે રાહત:હદથી પણ વધારે ઠંડીમાં ખેડૂતોને રાત્રી સમયે પાકને પાણી વાળવા જાવાની ફરજ આવે છે. જેના કારણે ઠંડી ઓછી થવાના કારણે ખેડૂતોને રાહત થશે. બીજી બાજુ વરસાદની કોઇ આગાહી ના હોવાના કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી બાજુ ઠંડી ઓછી થવાના કારણે અમૂક પાકને ફાયદો પણ થશે.