ગુજરાત

gujarat

ETV Bharat / state

આજે ચૈત્રી નવરાત્રીનો પાંચમો દિવસ, નવરાત્રીનું શું છે મહત્વ...જાણો - AHD

અમદાવાદ: માઁ આદ્યશકિતની આરાધનામાં લીન થવાનો પર્વ આવી ગયો છે, ચૈત્રી નવરાત્રીના પર્વની શરુઆત થઇ ગઇ છે. અત્યંત પવિત્ર અને ખુબ જ કલ્યાણકારી આ પર્વની ભક્તો અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરે છે અને માઁ ની આરાધના કરી આશીર્વાદ મેળવે છે.

navratri

By

Published : Apr 10, 2019, 10:32 AM IST

આ અંગે વિશેષ માહતી આપતા જ્યોતિષાચાર્ય વાસુદેવભાઈ શાસ્ત્રીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચૈત્રી નવરાત્રી માતાજીની આરાધના કરવા માટે ભક્તો માટે શ્રેષ્ઠ સમય મનાય છે. નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવે છે અને ખુબ જ ભક્તિભાવથી ભક્તો પૂજા પાઠ વગેરે કરે છે. રેવતી નક્ષત્રના આ પાવન પર્વ ભક્ત વર્ગ માટે શ્રેષ્ઠ સમય મનાય છે.

આજે ચૈત્રી નવરાત્રીનો પાંચમો દિવસ, નવરાત્રીનું શું છે મહત્વ...જાણો

નવ અલગ-અલગ માતાજીના સ્વરૂપોની પૂજા એટલે નવરાત્રી અને આ પાવન અવસરે માતાજીના પૂજાપાઠ કરવાનું અનેરું મહત્વ હોય છે. ચૈત્રી નવરાત્રીમાં ભક્તો ગાયત્રી અનુષ્ઠાન કરે છે, તો કેટલાક ભક્તો મૌન વ્રત લે છે, આમ અનેક પ્રકારે શક્તિની આરાધના કરીને ભકતો માતાજીના ભક્તિ કરે છે.

ABOUT THE AUTHOR

...view details