અમદાવાદ :દેશમાં સૌથી મોટી સમસ્યા તમાકુનું વ્યસન યુવાનોમાં ઘર ગયું તે છે. જેના કારણે રાજ્યમાં કેન્સરના કેસ વધતા જાય છે. આ પ્રકારના કેસને લઈને તમાકુ મુક્ત ગુજરાત અને કેન્સર મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના પગલે ગુજરાતના મુખ્યપ્રધાન, ગુહપ્રધાન અને આરોગ્ય પ્રધાનને રૂબરૂ મળીને આવેદન આપવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન, ગૃહપ્રધાન અને આરોગ્ય પ્રધાનને પત્ર લખી દેશમાં અને રાજ્યમાં તમાકુનો કાયદો વધુ મજબૂત બનાવવામાં આવે તેવી માંગ કરી છે.
સરકારને શું કરી : તમાકુ મુક્ત ગુજરાત અભિયાન ફાઉન્ડર પ્રમુખ રોહિત પટેલે જણાવ્યું હતું કે, તમાકુ મુક્ત ફાઉન્ડર દ્વારા સમગ્ર ગુજરાતમાં તમાકુથી બનાવેલી પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ ઉપરાંત કોઈપણ કાર્ય સ્થળ પર મહિલા સુરક્ષા માટે ગાઈડલાઈન અને કોલેજ કેમ્પસમાં રેગીગને લખતા કાયદા સંદર્ભે સરકારે અપનાવો જોઈએ. તેવી જ રીતે સરકાર પ્રત્યેક ખાનગી સંસ્થાઓમાં તમાકુના સેવન પર નિયંત્રણ લાદવામાં આવે. પ્રત્યેક સરકારી ખાનગી સંસ્થાઓનો ICC- internal complaint committeeનું ગઠન કરે અને ત્રણ મહિને સંસ્થાઓનું ઓડિટ કરી સરકારને જવાબ રજૂ કરવામાં આવે. આ ઉપરાંત નિયુક્ત કરેલી એજન્સીઓ દ્વારા આ સંસ્થાઓની મુલાકાત પણ લેવામાં આવે. તેમજ નિષ્પક્ષ પણે ઓડકાર અને જમીન પર હકીકત સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વર્ષે કેટલાના મૃત્યુ : વધુમાં જણાવ્યું હતું કે, ગુટકા બંધ થયા પછી પાન મસાલા સાથે તમાકુ ભેળવીને ગુટખા સરળતાથી વહેંચાય છે. ગુટકાનું જે વેચાણ થતું હતું તેના કરતાં પણ વધારે પાન મસાલા સાથે તમાકુ ભેળવીને વેચાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ભારતમાં પ્રતિવર્ષે કેન્સરથી અંદાજિત 1,35,000 જેટલા લોકો મૃત્યુ થાય છે. તેનો મુખ્ય કારણ તમાકુનું સેવન છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા કેન્સર રજીસ્ટ્રેડ પ્રોગ્રામ રિપોર્ટ 2020માં બહાર આવ્યો હતો. જેમાં દેશના કેન્સરના તમામ કેસોમાંથી આશરે 27 ટકા તમાકુના કારણે થયા છે. જ્યારે વર્ષ 2021-22માં આંકડા તેના કરતા પણ વધુ ભયંકર છે.
2020માં 69,660 દર્દી:વર્ષ 2020ની વાત કરવામાં આવે તો, ગુજરાતમાં કેન્સરના નવા દર્દીઓની સંખ્યા આશરે 69,660 નોંધાઈ હતી. જ્યારે 2021માં નવા કેસની સંખ્યા 71.507 અને 2022માં દર્દીની સંખ્યા 73,382 સુધી પહોંચી ગઈ હતી. ગત વર્ષે કેન્સરના કારણે ગુજરાતમાં અંદાજે 40,356 જેટલા લોકો મૃત્યુ થયા હતા. જેથી કહી શકાય કે તમાકુથી મોટાભાગના લોકો કેન્સરથી પીડાઈ રહ્યા છે. જો તમાકુ પર પ્રતિબંધ મજબૂતાઈથી નહીં કરવામાં આવે તો દિન પ્રતિદિન આંકડો વધી પણ શકે છે. જેના કારણે તેના વેચાણ પર કડકપણે અમલ મુકવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.