અમદાવાદમાં મહિલાઓની છેડતી કરનારા સામે પોલીસની લાલ આંખ, સ્પેશિયલ ટીમ રાખશે બાજ નજર - C Team
અમદાવાદ: મહિલાઓની છેડતીના વધુ પડતા બનાવને ધ્યાનમાં રાખીને PG અને ગર્લ્સ હોસ્ટેલમાં યુવતીઓની છેડતી થતી અટકાવવા પોલીસ હવે સતર્ક બની છે. જેને લઈને પોલીસ દ્વારા શી ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ જાહેર સ્થળો પર થતી છેડતી અટકાવવા પણ કાર્યરત રહેશે.
પોલીસ દ્વારા સ્પેશિયલ શી ટીમની રચના કરાઇ
શહેરમાં મહિલાઓની છેડતી અટકાવવા માટે પોલીસે એક નવો અભિગમ અપનાવ્યો છે. શહેરમાં મહિલા પોલીસની શી ટીમની રચના કરવામાં આવી છે. પ્રાયોગિક ધોરણે શહેરના ઝોન 1 અને 7ના 15 પોલિસ મથકમાં આ ટીમો કાર્યરત કરવામાં આવી છે. મહિલા પોલીસની આ ટીમમાં 1 PSI, 4 મહિલા પોલીસકર્મી અને 2 પુરુષ પોલીસકર્મી છે. જાહેર સ્થળો પર થતી મહિલાની છેડતી અટકાવવા માટે પોલીસની આ ટીમ કામગીરી કરશે. મહિલાઓ માટે ફરિયાદ પેટી પણ મુકવામાં આવશે અને જેના આધારે છેડતીની ફરિયાદો મળતા પોલીસ કાર્યવાહી કરશે.
Last Updated : Jul 19, 2019, 8:34 PM IST