અમદાવાદ: આમ જોવા જઈએ તો ચ્યવનપ્રાશમાં 45 પ્રકારની અનેક વનસ્પતિઓનો સમાવેશ થાય છે અને ચ્યવનપ્રાશ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધતી હોય છે પરંતુ એક પ્રકારનું ચટણ છે. જેની ચમચીથી કે હાથથી ચાટીને ખાવું પડતું હોય છે અને તેના લીધે જ લોકો તેને ખાતા ખચકાય છે ખાસ કરીને નાના બાળકોને આ પસંદ આવતું નથી અને આ જ વિચાર સાથે ડો.પ્રેરક શાહે સંતની ટોપી અને પ્રોટીન બાર બનાવ્યા છે જે કોઈપણ ઉંમરના વ્યક્તિ થઈ શકે છે.
રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જાણીતા વૈદ્યે ચ્યવનપ્રાશની ટોફી અને પ્રોટીન બાર બનાવ્યા - જાણીતા વૈદ્ય ડો. શાહે
કોરોના વાઇરસ મહામારી એટલે કે covid-19નો પ્રકોપ કંઈ દવાથી ખતમ થશે. આ પ્રશ્નનો જવાબ શોધવા માટે સમગ્ર વિશ્વના શોધ કરતાં વધી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી એક વાત સ્પષ્ટ છે કે, જેમની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત છે તેઓ સહેલાઇથી કોરોનાને હરાવી શકે છે. રોગપ્રતિકારક ક્ષમતા વધારવાના કેટલાક ઉપાય સોશિયલ મીડિયામાં પણ ચર્ચામાં રહ્યા છે. આવા સમયે શહેરના જાણીતા વૈદ્ય ડો. શાહે ચ્યવનપ્રાશની ટોફી અને પ્રોટીન બાર બનાવ્યા છે. ભારતમાં આ પ્રથમ વખત એવું બન્યું છે કે, ચ્યવનપ્રાશની ટોફી અને પ્રોટીનબાર બન્યા છે. જેનાથી લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધશે અને કોરોનાને સહેલાઈથી માત આપી શકાશે.
રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે શહેરના જાણીતા વૈદ્યએ ચ્યવનપ્રાશની ટોફી અને પ્રોટીન બાર બનાવ્યા
ડો. પ્રેરક શાહ જણાવે છે કે કોરોના મહામારીના સમયમાં લોકો પોતાની ઇમ્યુનિટી વધારવા માટે અનેક વસ્તુઓ ઉપયોગમાં લઇ રહ્યા છે, ત્યારે મેં એક અવનવો પ્રયોગ કર્યો છે જેના માટે મેં દોઢ વર્ષનો સમય આપ્યો છે અને આ ટોફી અને પ્રોટીન બારમાં કોઈપણ પ્રકારનો કેમિકલ ઉપયોગમાં લેવામાં આવ્યા નથી. ફક્ત આયુર્વેદિક ઔષધીની મદદથી આ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે.