ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime: ઈસનપુરમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ કર્યો આપઘાત - IsanpurAhmedabad

ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 21 વર્ષીય પરિણીતાએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને પરિણીતાએ આત્મહત્યા કરતા ઇસનપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Ahmedabad Crime: ઈસનપુરમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ કર્યો આપઘાત
Ahmedabad Crime: ઈસનપુરમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ કર્યો આપઘાત

By

Published : Jul 25, 2023, 9:11 AM IST

Updated : Jul 25, 2023, 1:10 PM IST

ઈસનપુરમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ કર્યો આપઘાત

અમદાવાદ: અમદાવાદ ક્રાઇમના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે અમદાવાદમાં દિવસે નિકળવું પણ અધરૂ થઇ રહ્યું છે. અમદાવાદમાં રોજના 2થી 4 તો એવા કેસ સામે આવે છે જેમાં મહિલા સંબધિત હોય. ફરી એક વાર એવી જ ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદમાં આવેલા ઇસનપુરમાં આ બનાવ બન્યો છે. મૂળ ઉત્તરપ્રદેશની રહેવાસી પૂજા કેસરવાનીના લગ્ન અમદાવાદના ચંડોળા તળાવ પાસે આવેલી નરસિંહાની ચલિકામાં રહેતા રવિશંકર કેસરાવાની સાથે થયા હતા.તારીખ 19 જૂન 2021 ના રોજ સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન થયા હતા અને ત્યાર બાદ પતી રવી શંકર અને તેના પરિવારજનોએ પરિણીતા પર શારીરિક માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું.

"યુવતીએ આપઘાત કરતા તેના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી પતિની અટકાયત કરી વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી છે"--પ્રદિપસિંહ જાડેજા (પોલીસના જે ડિવિઝન એસીપી)

ઈસનપુરમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ કર્યો આપઘાત

અટકાયત કરી પૂછપરછ: અગાઉ મૃતક પૂજાએ પતી અને સાસરીયાઓના ત્રાસની જાણ પરિવારને કરી હતી, પરંતુ દીકરીનું લગ્ન જીવન ન બગડે તે માટે સમાધાન કરાવી સાસરે મોકલી દીધી હતી. પરંતુ પતી અને સાસરિયાંઓ ત્રાસ ગુજારવાનું બંધ ન કર્યું અને અંતે પરિણીતાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. યુવતીની આત્મહત્યાની જાણ પોલીસને થતાં પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી સાસરિયાં પક્ષ સામે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ સમગ્ર કેસમાં પોલીસે પતિ રવિશંકરની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. ત્યારે બાકીના ત્રણ ફરાર આરોપી સાસુ, સસરા અને દિયરની અટકાયત માટે ચક્રો ગતિમાન કર્યા છે.

  1. Ahmedabad Crime : પતિએ પત્નીની હત્યાનો બનાવ્યો પ્લાન, મૃતદેહને રીક્ષામાં પ્રવાસીની જેમ બેસાડી ફેંકી આવ્યા ધોળકા
  2. Iscon Bridge Accident : તથ્યના કારની સ્પીડ 141.27 હોવાનો ખુલાસો, ગાંધીનગર અને શીલજ રોડ પર વધુ અકસ્માત કર્યોનું ખુલ્યું...
Last Updated : Jul 25, 2023, 1:10 PM IST

ABOUT THE AUTHOR

...view details