- Jagannath Mandirરોશનીથી ઝલહળી ઉઠ્યું
- કેન્દ્રીય ગૃહપ્રધાને મંગળા આરતી કરી
- મંદિરમાં ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી
અમદાવાદ :ભગવાન જગન્નાથ (Bhagwan Jagannath)ની 144મી રથયાત્રાને લઈને હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે નિજ મંદિર રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. મંદિર પ્રાંગણમાં ત્રણ રથની સાથે મહંત અને અન્ય વાહનો એમ કુલ પાંચ વાહનો તૈયાર છે. સવારની ચાર વાગ્યાની મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સહ પરિવાર ભાગ લીધો હતો. વર્તમાન પરિસ્થિતિને જોતા ચુસ્ત પોલીસ વ્યવસ્થા ઉપરાંત રેપીડ એક્શન ફોર્સના જવાનો પણ અહીં હાજર છે.
ભગવાનની મૂર્તિઓને રથમાં સ્થાપિત કરાશે
મંગળા આરતી પછી કેન્દ્રીય ગૃહપ્રધાન ગાંધીનગર ખાતેના પોતાના વિવિધ કાર્યક્રમોમાં જશે. જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ જગન્નાથ મંદિર (Jagannath Mandir) ખાતે આવશે. ભગવાનની મૂર્તિઓને રથમાં સ્થાપિત કરવામાં આવશે. આરતી અને પૂજા કરવામાં આવશે. મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સોનાની સાવરણીથી પહિંદવિધિ કરશે. ત્યારબાદ ભગવાન નગરચર્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળશે.