અમદાવાદ : શહેરમાં પોલીસ ઉપર પથ્થરમારો કરવાની આ બીજી ઘટના બની છે. અગાઉ જુહાપુરામાં ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. આજે વધુ એકવાર દાણીલીમડામાં પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
અમદાવાદના કરફ્યુગ્રસ્ત વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો - Police patrol at Ahmedabad
કોરોનાને પગલે કરવામાં આવેલ લોકડાઉન અને કરફ્યુનું પાલન કરવા પોલીસ સતત પેટ્રોલીંગ કરી રહી છે. ત્યારે આ પોલીસ ઉપર જ પથ્થરમારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ દાણીલીમડામાં કર્ફ્યુનું પાલન કરાવવા પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ઉપર સ્થાનિક લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચ, RAF સહીત મોટી સંખ્યામા પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.

અમદાવાદ
હાલ, પોલીસે પથ્થરમારો કરનારા તત્વોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ તો ઉચ્ચ પોલીસ અધિકારી સહિત RAFની ટીમ ઘટના સ્થળે પહોંચતા હાલ મામલો થાળે પાડ્યો હતો.