અમદાવાદ: ધોળકા પાસેના કેલીયા વાસણા ગામમાં થોડા સમય પહેલા પાડોશી યુવક દ્વારા 3 મહિલાઓને ધારીયાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવાનો બનાવ સામે આવ્યો હતો.
અમદાવાદ: પાડોશી યુવકને દીકરી સામે જોવા બાબતે ટોકતા યુવક દ્વારા 3 મહિલાઓની હત્યા આ મામલે પોલીસ તપાસમાં સાચી હકીકત સામે આવી છે. સાસુ, વહુ અને પૌત્રીની હત્યાના કેસમાં પોલીસે આરોપીને પકડીને તેની સઘન પૂછપરછ કરતા વિગતો સામે આવી હતી કે,આરોપી યુવક બાથરૂમમાં ન્હાતી દીકરીને જોઈ રહ્યો હતો જેથી દીકરીની માતાએ તે યુવકને ઠપકો આપ્યો હતો અને યુવકે ઘરમાંથી ધારીયું લાવીને આવેશને પગલે ત્રણેયને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
અમદાવાદ: પાડોશી યુવકને દીકરી સામે જોવા બાબતે ટોકતા યુવક દ્વારા 3 મહિલાઓની હત્યા LCBએ આરોપીને પકડીને તેની સઘન પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી મૃતક મહિલાઓની પાડોશમાં રહેતો હતો. પાડોશમાં રહેતી દીકરી બાથરૂમમાં નાહી રહી હતી, તે સમયે આરોપી તે તરફ નજર રાખી રહ્યો હતો. જેથી આરોપીને મહિલાએ આ મામલે ઠપકો આપતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ધારીયા વડે બાથરૂમમાં નાહી રહેલી મહિલા સહિત ત્રણ મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આ ઘટનામાં અન્ય એક મહિલા ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હત્યાના આરોપીને આસપાસના લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો.