- એક સાથે ત્રણ જગ્યાએ તસ્કરો ત્રાટક્યા
- GEBની તિજોરીને કાણું પાડી, કાચના ટેબલ ખુરશીને નુકસાન પહોંચાડ્યું
- બાલાજી ઇન્ડસ્ટ્રીમાંથી 1.35 લાખની રોકડ રકમની ચોરી
અમદાવાદઃ જિલ્લાના માંડલ તાલુકામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે, શહેરમાં એક સાથે ત્રણ જગ્યાએ તસ્કરો ત્રાટક્યા હતા અને 1.35 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. માંડલ રોડ પર આવેલ GEBની ઓફિસની કમ્પાઉન્ડ વોલ પર તાર ફેન્સીંગ વાડ તોડી તસ્કરોએ GEBની ઓફિસમાં ઘુસી જઇ કાચના દરવાજા ટેબલ ખુરશીઓને નુકસાન પહોંચાડ્યું હતું, તેમજ સેફટી તિજોરીને કાણું પાડ્યું હતું, જો કે અહીંથી તસ્કરોને રકમ હાથ લાગી ન હતી, તેવું GEBના અધિકારીઓએ જણાવ્યું હતું.
તસ્કરોએ ઠંડી અને ધુમ્મસનો લાભ લીધો
શહેરના જહોન ડિયર ટ્રેક્ટરના શોરૂમની ત્રણેય દુકાનોના શટરો તોડી અંદર ઘૂસી ટેબલ કાઉન્ટરનું ડ્રોવર ખોલી માલિક હર્ષદભાઈના કહેવા મુજબ રૂ.3 હજારની રોકડ રકમ ચોરી કરી હતી.
માંડલમાં એક સાથે ત્રણ જગ્યાએ તસ્કરો ત્રાટક્યા, પોલીસે તપાસ હાથ ધરી બાલાજી ઇન્ડસ્ટ્રીઝમાં તસ્કરોએ 1.35 લાખની ચોરી કરી
બાલાજી ઇન્ડસ્ટ્રીઝમાં તસ્કરો ત્રાટકીને કમ્પાઉન્ડનો સી.સી.ટી.વી કેમેરો ઊંધો કરી રૂ.1.35 લાખની રોકડ રકમ ચોરી કરી હતી. બાલાજી ઇન્ડસ્ટ્રીઝમાં તસ્કરો ત્રાટકીને કમ્પાઉન્ડનો સી.સી.ટી.વી કેમેરો ઊંધો કરી, કેમેરાના કેબલો તોડી પ્રી.પ્લાનિંગ સાથે ઓફિસમાંથી ઇન્ડસ્ટ્રીઝના માલિક સચીનભાઈ શાહે જણાવ્યા અનુસાર તેમની ઇન્ડસ્ટ્રીઝમાંથી રૂ.1.35 લાખની રોકડ રકમ ચોરાઈ ગઈ હતી.
માંડલમાં એક સાથે ત્રણ જગ્યાએ તસ્કરો ત્રાટક્યા, પોલીસે તપાસ હાથ ધરી આ ચોરીના બનાવથી માંડલ પોલીસ ઉંઘતી ઝડપાય હોય તેવું લાગી રહ્યું છે
જોકે આ તસ્કરો ત્રાટક્યા હોવાના સમાચાર વાયુવેગે માંડલ ગામમાં પ્રસરતા ચકચાર મચી ગયો હતો અને આ ચોરીના બનાવથી પોલીસ ઊંઘતી ઝડપાઈ હોય તેવું લાગી રહ્યું છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માંડલમાં એક સાથે ત્રણ જગ્યાએ તસ્કરો ત્રાટક્યા, પોલીસે તપાસ હાથ ધરી