લંડન, માલદીવ અને અમેરિકાથી અમદાવાદ પરત ફરેલા ત્રણ લોકોના કોરોનાના શંકાસ્પદ કેસ - Ahemabad news
અમદાવાદ શહેરમાં કોરોનાના વઘુ બે શંકાસ્પદ કેસ નોંધાયા છે. લંડનથી પરત ફરેલા 28 વર્ષીય યુવકની તપાસ કરતા શંકાસ્પદ લક્ષણો જણાઇ આવ્યાં હતા. તો માલદીવ પ્રવાસેથી પરત ફરેલા યુવકમાં પણ કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાયા હતા. જેથી બંને યુવકનો સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. બંને યુવકોને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રખાયા છે.
લંડન, માલદીવ અને અમેરિકાથી અમદાવાદ પરત ફરેલા ત્રણ લોકોના કોરોનાના શંકાસ્પદ કેસ
અમદાવાદ : 40 વર્ષના પુરુષનો કોરોનાનો શંકાસ્પદ કેસ જોવા મળ્યો છે. આ દર્દી અમેરિકાના પ્રવાસથી પરત ફર્યો છે અને આ અંગે દર્દીની CHA હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે. આમ, અત્યાર સુધી અમદાવાદ શહેરમાં કુલ ત્રણ કોરોનાના શંકાસ્પદ કેસ નોંધાયા છે. જે તમામની સારવાર ચાલી રહી છે.