- વટવાના ગામડી ખાતે બની હતી ફાયરિંગની ઘટના
- ગોમતીપુર પોલીસ સ્ટેશનનાં કોન્ટેબલ સહિત 3 આરોપીની ધરપકડ
- અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
વટવાના ગામડીમાં ફાયરિંગ કરનારા કોન્સ્ટેબલ સહિત 3 આરોપીઓ ઝડપાયા - ગુજરાતી સમાચાર
વટવાનાં ગામડી રીંગ રોડ પર કૌટુંબિક ઝધડાની અદાવતે એક યુવક પર ફાયરિંગ તેમજ અન્ય યુવક પર તલવારથી હુમલો કરવાની ધટનામાં વટવા પોલીસે ફાયરિંગ કરનારા પોલીસકર્મી સહિત 3 શખ્સોની ધરપકડ કરી છે.
વટવાના ગામડીમાં ફાયરિંગ કરનારા કોન્સ્ટેબલ સહિત 3 આરોપીઓ ઝડપાયા
અમદાવાદ: વટવા રિંગરોડ પર ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી હતી. યુવતીને ભગાડી જવાની બાબતે માથાકૂટ થઈ હતી. જેમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ નવઘણ ભરવાડે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરનાર પોલીસ કોન્સ્ટેબલ સહિત 4 લોકો ફરાર થઈ ગયા હતા.