આ વનસ્પતિ તમામ રોગમાંથી મુક્તિ તો આપે છે, પરતું સાથે ગુજરાન ચલાવવામાં પણ કરે મદદ - kalpesh bhatt
અમદાવાદઃ આયુર્વેદિકમાં ગોખરુ નામની વનસ્પતિને સર્વ બીમારીના જડમૂળથી કાઢનાર વનસ્પતિ તરીકે ઓળખાય છે ત્યારે વનસ્પતિઓના જાણકાર શ્રમજીવીઓ ગુજરાન ચલાવા માટે મદદ રુપ થાય છે.

આયુર્વેદિકમાં ગોખરુ નામની વનસ્પતિને સર્વ બીમારીના જડમૂળથી કાઢનાર વનસ્પતિ તરીકે ઓળખાય છે. ગોખરુએ સામાન્ય રીતે ખેતરની આસપાસ એકત્રિત થયેલા નકામા કચરાની વચ્ચે ઉગેલી જોવા મળે છે. આ વનસ્પતિ તમામ રોગમાંથી મુક્તિ તો આપે છે પરતું તેની સાથે ગુજરાન ચલાવવામાં પણ મદદ કરે છે. તેવુ જ કંઇક વનસ્પતિઓના જાણકાર શ્રમજીવીઓ ગુજરાન ચલાવા કાંટાની જાખડીઓ વચ્ચે આવેલા ગોખરુના ઝાડમાંથી વાડે-વાડે જઈને એકત્રિત કરે છે અને આ રીતે ભેગા કરેલા છોડમાંથી ગોખરુના બિયા તેમજ પાંદડાને અલગ કરી ઝાટકી તનાથી કચરો જૂદો કરીને વેચાણ કરે છે. આ વનસ્પતિથી સુખમય જીવન જીવતા આ પરિવારની મહેનત ખૂબ જ પ્રશંસાને પાત્ર છે.