ગુજરાત

gujarat

ETV Bharat / state

જનતા કરર્ફ્યૂને લઈને અમદાવાદના યુવાનોનું આ છે પ્લાનિંગ, સોશિયલ મીડિયામાં ટાઈમ પસાર કરશે - ઈટીવી બારત

22 માર્ચે જનતા કરર્ફ્યૂની પીએમ મોદીની અપીલને લઇને સમાજના વિભિન્ન વર્ગોમાંથી અલગઅલગ પ્રતિભાવ મળી રહ્યાં છે. ત્યારે અમદાવાદના યુવાનોએ આ દિવસમાં શું કરવાનું મન બનાવ્યું છે તે જાણ્યું ETVBharat અમદાવાદની ટીમે...

જનતા કર્ફ્યૂને લઈને અમદાવાદના યુવાનોનું આ છે પ્લાનિંગ, સોશિયલ મીડિયામાં ટાઈમ પસાર કરશે
જનતા કર્ફ્યૂને લઈને અમદાવાદના યુવાનોનું આ છે પ્લાનિંગ, સોશિયલ મીડિયામાં ટાઈમ પસાર કરશે

By

Published : Mar 21, 2020, 11:35 PM IST

અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસને લઈ હાહાકાર મચી ગયો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચે જનતા કરર્ફ્યૂ એલાન કર્યું છે.ત્યારે અમદાવાદ શહેરમાં યુવાનોના મત જાણવા ETV Bharatની ટીમ વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચી અને જનતા કરફ્યુના દિવસે તેઓ શું કરશે, કેવી રીતે સમય પસાર કરશે તે જાણ્યું હતું.

જનતા કરર્ફ્યૂ લઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે નિર્ણય લીધો છે તેને વિદ્યાર્થીઓએ પણ આવકાર્યો છે. દેશ પર આવેલી આફતને વિરોધ કરવા માટે બનતાં તમામ પ્રયાસો કરવા વિદ્યાર્થીઓ તૈયાર છે. જનતા કરર્ફ્યુના દિવસે યુવાનો પોતાનો સમય સોશિયલ મીડિયા અને ટી.વીમાં મનોરંજન કરી પોતાનો સમય પસાર કરશે તેવું જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓએ સાથે અન્ય યુવાન- યુવતીઓને રવિવાર હોવાથી બહાર જવાનો ક્રેઝ વધારે હોય છે પરંતુ તે ટાળવું જોઈએ અને ઘર રહેવા માટે પણ અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details