31stએ અમદાવાદમાં કેવો હશે પોલીસ બંદોબસ્ત, તમે ના કરતા આ ભુલ નહિતર નહી બચી શકો - thirty first
અમદાવાદઃ શહેરમાં નવા વર્ષની ઉજવણી માટે શહેરીજનોને કોઈ અગવડતા ન પડે તે માટે શહેર પોલીસે 31 જેટલા પાર્ટી પ્લોટને પાર્ટી આયોજન કરવા માટે મંજૂરી આપી છે, જ્યારે જેટલા ડીજે સાઉન્ડ સીસ્ટમ માટે પરમીશન આપવામાં આવી છે, તો મહિલા પોલીસ સહિત, ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી અને 500 જેટલા ટ્રાફિક જવાનોને 31 ડિસેમ્બર દરમ્યાન તૈનાત રાખવામાં આવશે. નવા વર્ષની ઉજવણી માટે હર્ષોઉલ્લાસ અને શાંતિપૂર્ણ રીતે મનાવી શકે તે માટે શહેર પોલીસ દ્વારા સલામતી અને બંદોબસ્ત ખૂબ જ વ્યવસ્થા આયોજન આ વર્ષે કરવામાં આવી છે.
31stએ અમદાવાદમાં કેવો હશે પોલીસ બંદોબસ્ત, તમે ના કરતા આ ભુલ નહિતર નહી બચી શકો
કેવો હશે અમદાવાદમાં પોલીસ બંદોબસ્ત
- શહેર પોલીસ અને મહિલા પોલીસની ટીમ સહિત ક્રાઇમ બ્રાન્ચ , SOG ક્રાઇમ પેટ્રોલીંગ સાથે રાખશે ખાનગી વોચ
- પાર્ટી પ્લોટ , હોટેલ, ફાર્મ હાઉસ સહિત નવા વર્ષની ઉજવણી થનારા સ્થળો પર રાખવા પડશે
- બુટલેગરોની પ્રવૃત્તિ પર ખાનગી વોચ રાખવા પણ ક્રાઇમ બ્રાન્ચની ખાસ નજર
- શહેરના તમામ એન્ટ્રી એકઝીટ માટેના વિસ્તારોમા ગોઠવાયા છે નાકાબંધી પોઇન્ટ
- મહિલાઓની ડીકોય ટીમ સાદા ડ્રેશમાં ક્લબો અને પાર્ટી પ્લોટમાં રાખશે વોચ
- 1000 જેટલા બ્રેથ એનેલાઈઝર સાથે પોલીસ શહેરભરમાં ચેકીંગ કરશે
- હોટેલ અને ગેસ્ટહાઉસમાં પીનાક સોફ્ટવેરની મદદથી ગતિવિધિઓ પર રાખવામાં આવશે નજર
- 1000થી વધુ CCTV કેમેરાથી બનતી ઘટનાઓ રોકવા રાખવામાં આવશે ચાંપતી નજર
- અડચણરૂપ વાહન પાર્કિંગને રોકવા ટ્રાફિક પોલીસની પણ લેવાશે મદદ