- ત્રીજી લહેરમાં બાળકો પર કોરોનાનું જોખમ વધારે હોવાની શક્યતા
- પહેલી અને બીજી લહેરમાં પણ બાળકો કોરોનાથી સંક્રમિત હતા પરંતુ ત્રીજી લહેરમાં આંકડો વધ્યો
- બાળકો માટે રસીકરણ માટે કોઈ વ્યવસ્થા નથી તેના લીધે કોરોના વધારે ઘાતક બની શકે
અમદાવાદ: રાજ્યમાં કોરોના સંક્રમણમાં ધીમેધીમે ઘટાડો આવ્યો છે પરંતુ ત્રીજુ લહેરની શક્યતાઓ વધી રહી છે તેવામાં દિલ્હી, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ત્રીજી લહેર દેખાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ રાજ્યોમાં 20થી 30 ટકા બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જો કે, કોરોનાની પહેલી અને બીજી લહેરમાં પણ બાળકો સંક્રમિત થતા જ હતા પરંતુ ત્રીજી લહેરમાં બાળકો પર વધારે અસર દેખાતી હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે.
કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે બની શકે છે ઘાતક આ પણ વાંચો: એફડીએએ અમેરિકામાં 12 થી 15 વર્ષના બાળકો માટે ફાઇઝર રસીને આપી મંજૂરી
કોરોનાની ત્રીજી લહેર બાળકોને અસર કરી રહી છે ત્યારે ડૉ.મોના દેસાઈએ જણાવ્યું હતું કે,
"ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓ પર કોરોનાની ત્રીજી લહેર વધારે અસર પડતી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગર્ભવતી મહિલાઓ કે જેમને 7થી 9 માસનો ગર્ભ છે અને એવી મહિલાઓ કે જેમને તાજેતરમાં જ બાળકને જન્મ આપ્યો છે અને એકાદ મહિનો જ થયો છે તેવી મહિલાઓ અને બાળકોને વધારે અસર કરે છે કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી હોય છે"
મોટી ઉંમરના લોકો કરતાં બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી હોય છે: ડૉ.મોના દેસાઇ
"કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે વધારે ઘાતક હોય તેવું વૈજ્ઞાનિકો માની રહ્યા છે તેની પાછળનું કારણ છે કે, હાલમાં સરકાર દ્વારા 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સિન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. પરંતુ કોરોનાની ત્રીજી લહેર નજીક આવી રહી છે જેમાં 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને કોઈપણ જાતની રસીકરણ માટેની વ્યવસ્થા કરવામાં આવી નથી ત્યારે એવું માની શકાય છે કે, બાળકોને વેક્સિન અપાઇ નથી તેથી તેની રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી છે જોવા જઈએ તો મોટી ઉંમરના લોકો કરતાં બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી હોય છે."
ગર્ભવતી મહિલાને 7થી 9માં માસ દરમિયાન કોરોનાનું સંકરણ લાગે તો બાળક પર પણ થઈ શકે અસર: ડૉ.મોના દેસાઇ
"ગર્ભવતી મહિલાને જો શરૂઆતના ત્રણ મહિનામાં કોરોના નું સંક્રમણ લાગે તો બાળકને કોરોના થવાની શક્યતા ઓછી છે કારણ કે, તેમાં પ્લાસ્ટર બેરિયર હોય છે તેના કારણે રોગપ્રતિકારક શક્તિ પણ વધુ હોય છે પરંતુ જો ગર્ભવતી મહિલા ને 7થી 9માં માસ દરમિયાન કોરોનાનું સંકરણ લાગે તો બાળક પર પણ અસર થઈ શકે છે. કોરોના વાયરસ એક રેફરેટરી વાયરસ છે જો આ વાઇરસ નવજાત શિશુને અથવા તો નાના બાળકને થાય તો ફેફસા પર વધારે અસર કરતો હોવાથી બાળકની વધારે મુશ્કેલી થાય છે અને સારવાર કરવી પણ મુશ્કેલ બને છે કારણ કે નવજાત બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી હોય છે"
આ પણ વાંચો: કોરોનાની કારણે અનાથ થયેલા બાળકો માટે દાખલ કરેલી અરજી અંગે કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ
બાળકોમાં મ્યુકોરમાઇકોસીસનું ઇન્ફેક્શન નહિવત પ્રમાણમાં હોય છે: ડૉ.મોના દેસાઇ
"બાળકોમાં હાલમાં કોઈ પણ એમાં કેસ સામે આવ્યા નથી કે જેને મ્યુકોરમાઇકોસીસની અસર હોય. પરંતુ હાલમાં ચોમાસાની આ પરિસ્થિતિમાં આ કેસમાં વધારો થઇ શકે છે. પરંતુ મોટાભાગે આ ડાયાબિટીસ અને મોટી ઉંમરના લોકોમાં જોવા મળે છે. બાળકોમાં આ પ્રકારનું ઇન્ફેક્શન નહિવત પ્રમાણમાં હોય છે. પરંતુ ગુજરાતમાં હાલમાં કોઈ એવા કેસ સામે આવ્યા નથી."