સ્કાયબ્લૂ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટની ડિઝાઇન ડાયલોગની ત્રીજી આવૃત્તિનું આયોજન - news updates of amadavad
અમદાવાદ: ડિઝાઇનિંગ ક્ષેત્રે વિદ્યાર્થીઓ સારી કારકિર્દી બનાવી રહ્યા છે. મહત્વનું છે કે, ડિઝાઇનિંગ વિષય પરંપરાગત અભ્યાસક્રમોની તુલનામાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી રહ્યું છે. ડિઝાઇનિંગ વિશે યોગ્ય માર્ગ દર્શન મળવું ખૂબ જ જરૂરી છે. જે માટે શહેરની સ્કાયબ્લૂ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટની ડિઝાઇન ડાયલોગની ત્રીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં જાણીતા સ્પીકર્સે વિદ્યાર્થીઓને ડિઝાઇનિંગ અંગેનું માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
બ્રિટિશ કાઉન્સિલ 2016ના ફ્યુચર ઓફ ડિઝાઇન એજ્યુકેશન ઇન્ડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, 2020 સુધીમાં ભારતને 188.32 અબજ રૂપિયાના બજારમાં કામ કરીને 60,000 ડિઝાઈનર્સની જરૂર પડશે. આ માગને પૂરી કરવા માટે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન અને નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેક્નૉલોજી સહિત અનેક ખાનગી ઇન્સ્ટિટ્યૂટ વધુ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આવી રહી છે. જેથી આ માંગને પહોંચી શકાય. ડિઝાઇનને કારકિર્દીની દ્રષ્ટિએ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા બંને ગંભીરતાથી જોઈ રહ્યા છે. પરંતુ આ માટે વિદ્યાર્થીઓને પુરતું માર્ગદર્શન મળી રહેવું એ એક મહત્વની બાબત છે. જોકે ભારતમાં લાયક ડિઝાઇનરોની અછત છે તેવું પણ ઘણાં એક્સપર્ટ કહી રહ્યા છે.