અમદાવાદ: શાહીબાગના પ્લેટિના હાઇટ્સ ખાતે રહેતા કોર્પોરેટર પ્રતિભાબહેન જૈન 4 જૂને બપોરના સમયે તેમના ઘર સામેથી લારીમાંથી ફ્રૂટની ખરીદી કરી હતી. ત્યારબાદ એક્ટિવાની આગળની જગ્યાએ ફ્રુટ અને પર્સ મુકીને મહિલા કોર્પોરેટર પોતાના ઘરે પરત જવા રસ્તો ક્રોસ કરવા ઉભા હતા. તે સમયે બાઈક પર બે અજાણ્યા શખ્શો આવ્યા હતા. જોકે, મહિલા કંઈ સમજે તે પહેલા જ એક્ટિવા આગળ રાખેલા પર્સની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેથી બુમાબુમ થતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. પરંતુ લૂંટારુંઓ આંખના પલકારામાં ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
અમદાવાદ: એક્ટિવા લઈને ઉભેલા મહિલા કોર્પોરેટરનું પર્સ લઈને ગઠિયાઓ ફરાર, ઘટના CCTVમાં કેદ - corporator
અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં ફ્રૂટ લઈને ઘરે પરત જતા મહિલા કોર્પોરેટર જ્યારે રસ્તો ક્રોસ કરવા જતાં હતાં ત્યારે મહિલા કોર્પોરેટરનુ પર્સ લઇને ગઠિયાઓ ફરાર થઇ ગયાની ઘટના સામે આવી છે. પર્સની ચોરી કરનારા બાઈક પર આવેલા ગઠિયાઓ CCTVમાં કેદ થયા છે.

અમદાવાદ
અમદાવાદમાં એક્ટિવા લઈને ઉભેલા મહિલા કોર્પોરેટરનું પર્સ લઈ ગઠિયાઓ ફરાર
પર્સમાં મોબાઇલ ફોન, કોર્પોરેટરનું આઇકાર્ડ, 200 રૂપિયા રોકડા સહિતનો સામાન હોવાનો કોર્પોરેટેરે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.