નિત્યાનંદ આશ્રમના ધ્યાનપીઠ ચેરીટેબલ ટ્રસ્ટ અને સ્વંયમ સેવક વચ્ચે કરવામાં આવેલા કરાર પ્રમાણે પ્રાચીન તાંત્રિક વિધિ શીખવા માટે શારીરિક સંબંધ, સેક્સયુલ ડિસ્ક્રીપશન સહિત સામે વાંધો ન હોવાનો કરાર કરવામાં આવે છે. સ્વયંસેવકના શારીરીક સંબંધના કોન્ટ્રાક્ટમાં સહી પણ લેવામાં આવે છે. એટલું જ નહિ બર્બડોઝથી લોપામુદ્રા દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાં પણ તે પોતાની મરજીથી ભારતની બહાર રહે છે અને તેના માતા-પિતા સાથે રહેવા માંગતી નથી. લોપામુદ્રા એક વિડિયો કોન્ફરન્સિંગ થકી હાઇકોર્ટ સમક્ષ પોતાનો નિવેદન રેકોર્ડ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ વાત તપાસ અધિકારીને પણ વીડિયો કોન્ફરન્સિંગ થકી લોપામુદ્રાએ જણાવ્યું હતું. વર્ષ 2014માં જ્યારે તે હૃદયની બીમારીથી પીડાતી હતી, ત્યારે સ્વામી નિત્યાનંદ સાથે રહ્યા બાદ તેમની તબિયતમાં સુધાર હોવાનો દાવો કર્યો હતો.
નિત્યાનંદ આશ્રમ અને સ્વયં સેવક વચ્ચે શારીરીક સંબંધનો કરાર થતો હતો
અમદાવાદ: નિત્યાનંદ આશ્રમમાં બાળકીઓને મળવા ગયેલા માતા-પિતાને રોકી દેવાતા કબ્જો મેળવવા માટે પિતા જર્નાધન શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ મુદ્દે ગુરુવારે જસ્ટિસ એસ.આર બ્રહ્મભટ્ટ અને એ.પી. ઠાક્કરની ખંડપીઠ સમક્ષ બંને દિકરીઓના સોગંદનામાં સાથે સ્વંયમ-સેવકનું નિત્યાનંદ આશ્રમ સાથે શારીરીક સંબંધનો કોન્ટ્રાકટ કરવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે. આ મામલે ૨૭મી ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.
નિત્યાનંદ આશ્રમ અને સ્વયં સેવક વચ્ચે શારીરીક સંબંધનો કરાર થતો હતો
ઉલ્લેખનીય છે કે, 10મી ડિસેમ્બરના રોજ બંને દિકરીઓ તરફે રજૂ કરાયેલા સોંગદનામાંનો હાઈકોર્ટે અસ્વીકાર કરતા બંને દિકરીઓને રજૂ કરવાનો આદેશ કર્યો હતો. સોંગદનામામાં બંને દિકરીઓ સ્વેચ્છાએ વર્જિનિયામાં રહેતી હોવાની વાત કહેવામાં આવી હતી. હાઈકોર્ટે 20મી નવેમ્બરના વ્યવસ્થિત સોંગદનામું રજૂ કરવાનો આદેશ કર્યો હતો. નિત્યાનંદ આશ્રમમાં રહેતી બંને યુવતીઓને પરત મેળવવા તમિળ માતા-પિતા દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી.