ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદની 'અસ્થિ બેંક', જાણો શું છે વિશેષતા... - અનિલ છારા

અમદાવાદના એરપોર્ટ પાસે આવેલા છારા સમાજના સ્મશાનગૃહમાં એક અલૌકિક અને આશ્ચર્ય પમાડે તેવી અસ્થિ બેંક આવેલી છે. સાંભળવામાં થોડું અજુગતું લાગે તેમ છે, છતાં આ સત્ય છે. સમગ્ર વિશ્વમાં કોઇપણ સ્થળે આ પ્રકારની અંતિમક્રિયા કર્યા પછી ફૂલ એટલે કે, અસ્થિઓને સંગ્રહ કરવાની પ્રથા જોવા મળતી નથી.

there-is-a-bone-bank-in-ahmedabad
છારા સમાજના સ્મશાનગૃહમાં એક અલૌકિક અને આશ્ચર્ય પમાડે તેવી અસ્થિ બેંક

By

Published : Feb 14, 2020, 3:28 AM IST

Updated : Feb 14, 2020, 5:09 AM IST

અમદાવાદઃ વર્ષોથી પોતાના સમાજની પરંપરા ચાલી આવતી હોવાના કારણે સ્વજનની અંતિમક્રિયા કર્યા બાદ તેના ફૂલ એટલે કે અસ્થિને ઘરે નહિ લઈ જતા તેઓ અલગ-અલગ ડબ્બાઓમાં નામ લખી અને આ જગ્યાએ મૂકી જાય છે. જ્યાં આ અસ્થિઓને સારસંભાળ રાખવામાં આવે છે. કેટલાક લોકો મહિના બે મહિના કે છ મહિના કે વર્ષમાં પણ લઈ જતા હોય છે. જ્યારે કેટલાક તેવા પણ અસ્થિઓનેના ડબ્બાઓમાં રાખેલા છે, કે જે પાંચ નહીં દશ નહીં પરંતુ 15થી 20 વર્ષ જૂના અસ્થિઓ સંગ્રહ કરવામાં આવેલા છે. ઘણા ખરા અસ્થિઓ સાચવવા માટેના ડબ્બાઓ જે લોખંડના ડબ્બાઓ છે, તે પણ આટલા વર્ષોથી સાચવવામાં આવ્યા હોવાના કારણે ચોમાસામાં ભેજનું પ્રમાણથી તેના ઉપર પણ કાટ લાગી ગયો છે. તેની સાર સંભાળ રાખવા માટે અનિલ છારા નામના યુવકની નિમણુક કરવામાં આવી છે.

છારા સમાજના સ્મશાનગૃહમાં એક અલૌકિક અને આશ્ચર્ય પમાડે તેવી અસ્થિ બેંક

અનિલે જણાવ્યું હતું કે, પેઢી દર પેઢી ચાલી આવતી આ પરંપરાને અમે આજની તારીખમાં પણ આગળ વધારી રહ્યા છીએ. હજૂ પણ અમારા સમાજમાં લોકો અંધશ્રધ્ધાથી પીડાય છે. પૂર્વજો જે પ્રમાણે કરતા આવ્યા છે, તે રીતે અને તે જ પ્રમાણે તેઓ અહીં અસ્થિઓ બેંકમાં મૂકી જાય છે. પછી જ્યારે તેમને વિસર્જન કરવાનો સમય મળે, ત્યારે તેઓ અહિંથી લઈ જાય છે.

Last Updated : Feb 14, 2020, 5:09 AM IST

ABOUT THE AUTHOR

...view details