અમદાવાદ: જેમાં જાહેર રસ્તા પર સેનિટાઈઝર મુકવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમજ અમદાવાદમાં બહારથી આવતા તમામ મુસાફરોને ટ્રેનિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ AMTS અને BRTS સ્ટેશન પર સેનિટાઈઝર મુકવામાં આવશે.
કોરોના વાયરસ મુદ્દે અમદાવાદમાં કોર્પોરેશનની બેઠક, એક્શન પ્લાન તૈયાર
કોરાના વાયરસના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં શુક્રવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર વિજય નેહરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, AMC દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં જેટલા પણ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. તેમના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વારંવાર સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે. આજે મળેલી સમીક્ષા બેઠકમાં બે મુદ્દાની વાત કરવામાં આવી હતી. એક તરફ લોકોને ન ગભરાવાની સલાહ આપવામાં આવે છે. બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત મિટિંગોનો દોર ચાલ્યા કરે છે.
કમિશ્નર દ્વારા એક્શન પ્લાનની જાહેરાત બાદ આજે મેયરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં AMTS અને BRTS સ્ટેન્ડ પર સેનિટાઈઝર મુકવાના મામલે પણ તંત્રમાં અસંતોષ છે. હજી સુધી એક પણ સ્થળે સેનિટાઈઝર મૂકાયા નથી. જ્યારે કમિશ્નરે આ વાત કરી હતી, પરંતુ આજે ડેપ્યુટી કમિશ્નરે પોઝિટીવ કેસ નોંધાશે, તો જ સેનિટાઈઝર મુકવાની વાત કરી હતી.