ગુજરાત

gujarat

ETV Bharat / state

ગજબના ચોરઃ સોના-ચાંદી કે રોકડ નહીં ટ્રેકટરની ટ્રોલી ચોરી જતા - Villages Tractor trolley theft

અમદાવાદની જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાના વિસ્તારમાં ચોરી કરતી ટોળકી ઝડપાઈ છે. ટ્રેક્ટરની ટ્રોલીની (Theft of tractor trolley Ahmedabad) કરતા હતા ચોરી. છેલ્લા એકાદ વર્ષથી આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિની અંદર સડોવાયેલા હોવાનું પોલીસ સમક્ષ કબુલ કર્યું હતું. હજુ પણ આરોપીઓ વિરુદ્ધ અન્ય ગુનાઓ દાખલ થઇ શકે તેવી સંભાવના હોવાનું પોલીસે(Ahmedabad Police) જણાવ્યું હતું.

ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી કરી કલર અને નંબર પ્લેટ બદલી દેતા, પોલીસે ઝડપી પાડ્યા
ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી કરી કલર અને નંબર પ્લેટ બદલી દેતા, પોલીસે ઝડપી પાડ્યા

By

Published : Dec 22, 2022, 6:39 PM IST

અમદાવાદશહેરમાં ચોરીના (Theft incidents in Gujarat) બનાવો તો વધી રહ્યા છે. પરંતુ હવે આ ચોરીગામડાઓ સુધી પહોંચી છે. શહેરો કરતા હવે ગામડાઓમાં ચોરીના બનાવો વધી રહ્યા છે. પહેલા ગામડામાં કોઇ વાર જ આવો બનાવ બનતો હતો. પરંતુ હવે તો ચોરી કરતા લોકો પણ ગામડાના મળી આવે છે. ત્યારે ગ્રામ્ય એલ.સી.બીએ ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી(Theft of tractor trolley Ahmedabad) કરતા ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અમદાવાદ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લાના અગલ અગલ ગામડાઓ ટ્રેક્ટરની ટ્રોલીની(Villages Tractor trolley theft) ચોરી કરતા હતા. આરોપીઓ મોજશોખ પુરા કરવા માટે આ ચોરીનારવાડે ચઢ્યા હોવાની પોલીસ તપાસમાં માહિતી મળી રહી છે.

મૂળ ખેતીકામ ઉલ્લેખનીય છે કે આરોપી મહેશ કોળી પટેલ, વિનોદ કોળી પટેલ, પ્રહલાદ કોળી પટેલ, પ્રેમજી કોળી પટેલ પાસેથી રુપિયા 3 લાખ 80 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મૂળ વિરમગામના અસલ ગામના આ ચારેય મિત્રો મૂળ ખેતીકામ કરતા હતા. અને ખેતીની આવક માંથી પોતાના મોજશોખ પુરા ન થતા ચોરીના રવાડે ચઢી ગયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ચારેય મિત્રો છેલ્લા એકાદ વર્ષથી આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિની અંદર સડોવાયેલા હોવાનું પોલીસ સમક્ષ કબુલ કર્યું હતું. વધુમાં આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તે લોકો ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી કરીને તેનો કલર અને નંબર પ્લેટ બદલી નાખતા હતા, જેથી કરીને તેના મૂળ માલિકને કે પછી બીજા કોઈને ખ્યાલ આવે નહિ.

ટ્રેક્ટરની ટ્રોલી ચોરીછેલ્લા એકાદ વર્ષથી આ ટોળકી ટ્રેક્ટરની ટ્રોલી(Theft of tractor trolley Ahmedabad) ચોરી કરતા હતા. તમામ આરોપીઓએ એક બીજાના પરિચિત હોવાનું હાલ સામે આવી રહ્યું છે. ઉપરાંત હજી પણ આ આરોપીઓ વિરુદ્ધ અન્ય ગુનાઓ દાખલ થઇ શકે તેમ છે. કારણ કે હજી ઘણાં લોકો ફરિયાદ કરવા આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે આ ચોરેલી ટ્રોલી કોઈને ઉછીની આપી હતી. સામાન્ય રીતે મોડી સાંજે અને રાત્રે ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી કરતા હતા. ઉપરાંત ખેતરમાં ખુલ્લી પડેલી ટ્રોલીઓ વધુ ચોરી કરવાનું આરોપીઓ પસંદ કરતા હોવાનું સામે આવ્યું છે.

ચારેય આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત આ ચારેય આરોપીઓએ અગાઉ કેટલી ટ્રોલીઓ ચોરી કરી છે. તે દિશામાં હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લખેનીય છે કે પોલીસ તપાસમાં સતાવાર રીતે હજી સુધી 9 ટ્રોલીઓ કબ્જે કરી લીધી છે.-- મેઘા તેવારDYSP (અમદાવાદ ગ્રામ્ય)

ABOUT THE AUTHOR

...view details