અમદાવાદમાં એક કિશોર વયના બાળકને પોતાની પાસે રાખી લાખો રુપિયાની ચોરીને આપ્યો અંજામ - Theft of millions of rupees in Ahmedabad
અમદાવાદ શહેરમાં કિશોર વયના બાળકને સાથે રાખીને આરોપીએ લાખોની ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં આરોપીએ સવારે ચોરી કરી અને પોલોસે આરોપીને રાત સુધીમાં ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો.
![અમદાવાદમાં એક કિશોર વયના બાળકને પોતાની પાસે રાખી લાખો રુપિયાની ચોરીને આપ્યો અંજામ Ahmedabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8122594-661-8122594-1595394167014.jpg)
અમદાવાદ: શહેરના અમદુપુરમાં દુકાન ધરાવતા માલિકે ફરિયાદ નોંધાવી હતી કે, તેમની દુકાનમાંથી 20 તારીખે 3 ટીવી, 15 AC જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ચોરી થઈ છે. જે મામલે પોલીસે 4 અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસે દરિયપુરમાંથી ભીખાભાઈ પટેલને અને એક સગીરવયના બાળ આરોપીને પકડી પાડ્યા હતા. જેમાં આરોપીઓએ ચોરીના એક દિવસ અગાઉ દુકાનનું તાળું તોડી પોતાનું તાળું લગાવ્યું હતું. તેમજ 20 જુલાઈએ સવારે ચોરી કરવા ગયો ત્યારે પોતે લગાવેલું તાળું ખોલી સાથે લઈ ગયેલા મજૂરો સાથે સામાન બદલવાનો છે, તેમ કહીને ટીવી અને એસી લોડિંગ ગાડીમાં મુકાવ્યા હતા.