અમદાવાદ : શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા કલ્યાણ કુંજ એપાર્ટમેન્ટમાં રહેતા રાકેશભાઈ તિવારી રાધાસ્વામી રોડ પર ગણેશ ડેરી ફાર્મ નામની દુકાન ધરાવે છે. તેઓની દુકાનમાં રોજ વહેલી સવારે અમૂલ કંપનીની ટ્રક આવીને દૂધ અને છાશના કેરેટ મૂકીને જતી રહે છે.
હવે તો ગુજરાતમાં દૂધના કેરેટ પણ સલામત નથી, જુઓ વીડિયો - Theft of 11 carats of milk in Ahmedabad
સોના - ચાંદી,રોકડ અને મોંઘીદાટ વસ્તુઓની ચોરી થતી હોય છે, પરંતુ હવે દૂધની ચોરી સામે આવી છે. અમદાવાદના રાણીપમાં વહેલી સવારે રિક્ષામાં આવેલા શખ્સોએ 11 દૂધના કેરેટની ચોરી કરતી સમગ્ર ઘટના CCTVમા કેદ થઈ છે. સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
અમદાવાદ
દુકાન પર એક માણસ રાખવામાં આવ્યો છે. જે માણસ સવારે લોકોને દૂધ અને છાશ વેચે છે.ગત 26મીએ સવારે ત્રણ લોકો રિક્ષામાં આવ્યા હતા. આ ત્રણ લોકોએ દૂધ અને છાશના 11 કેરેટ રિક્ષામાં ભરી ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.
Last Updated : Jul 27, 2020, 1:20 PM IST