અમદાવાદઃશહેરના કાલુપુરમાં આવેલી વિજય કો ઓપ બેંકમાં (Vijay Co Op Bank in Kalupur) વર્ષના અંતિમ દિવસે 9 લાખથી વધુની ચોરીની ઘટના (Theft incident in Ahmedabad )બની હતી. દરિયાપુર પોલીસે CCTV ફૂટેજના આધારે બેંકમાં ચોરીના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ધરપકડ બાદ સામે આવ્યું કે ચોરી કરનાર બેંકનો જ પ્યુન અને તેનો મિત્ર હતો. જેઓએ ગોવામાં કસીનોમાં થયેલી હાર, સ્પાના બિઝનેસ અને મહિલા મિત્ર માટે કરી હતી 9 લાખથી વધુની(Incident of theft in Vijay Co Op Bank) ચોરી કરી હતી.
નવા વર્ષની શરૂઆત થતા પહેલા જ ચોરીનો માસ્ટર પ્લાન
પોલીસ કસ્ટડીમાં(Ahmedabad City Police) ઊભેલા આ બંને આરોપીઓના નામ છે વિમલ પટેલ અને જાવીદ સંધી. પકડાયેલા બંને આરોપીઓને બેંક ચોરીના ગુનામાં ઝડપવામાં આવ્યા છે. આ ચોર ટોળકી એ ગુનાને અંજામ આપવા માટે નવા વર્ષની શરૂઆત થતા પહેલા જચોરીનો માસ્ટર પ્લાન કેવી રીતે બનાવ્યો હતો. ? તે અંગે પોલીસે પૂછપરછ કરી તો ખુદ પોલીસ ચોકી ગઈ. કેમ કે પકડાયેલ આરોપી વિમલ પટેલ બેંકમાં પ્યુન તરીકે નોકરી કરતો હતો અને જુગાર રમવાનો શોખીન હતો. જેથી ગોવામાં કસીનોમાં જુગાર રમતા ગયા તેમાં દેવું કરી ચૂક્યો હતો. જેને પગલે દેવું ચૂકવવા માટે બેંક ચોરીનો પ્લાન કર્યો હતો અને કાલુપુર વિસ્તારમાં આવેલી વિજય કો-ઓપરેટિવ બેંકમાં ચોરી કરી હતી.
અગાઉ થી CCTV પણ બંધ કરી નાખ્યા
આરોપી વિમલ પટેલ ઘણા સમયથી વિજય કો ઓપરેટિવ બેંકમાં પ્યુન તરીકે નોકરી કરતો જેથી રોકડ રકમ ક્યાં રહેતી તેનો ખ્યાલ હતો. પરંતુ પોતે ચોરી કરવા જાય તો પકડાઈ જવાની બીક રહેતી જેને કારણે વિમલે જાવીદને પોતાના પ્લાનમાં સામેલ કર્યો અને આ પ્લાન બનાવી વિમલે બેંકમાં હથોડી, બેકની ચાવીઓ પણ જાવીદ ને આપી. એટલુંજ નહિ જાવીદ પકડાય નહિ તે માટે વિમલે ચાલાકી વાપરી અગાઉ થી CCTV પણ બંધ કરી નાખ્યા હતા. બીજી તરફ ચોરી કરતા સમયે આરોપી જાવીદ એક જ બેગ લઈ ગયો હોવાથી બેંકમાં અમુક રોકડ ચોરી પડેલી બાકીની રકમ ભરી શક્યો નહોતો અને માત્ર નવ લાખ રૂપિયાની રોકડ બેગમાં આવતા તે લઈ રવાના થઈ ગયો હતો.