અમદાવાદના કાલુપુરની ચોખા બજારમાં એક સાથે 20થી વધુ દુકાનમાં ચોરી - અમદાવાદમાં 20 દુકાનોમાં ચોરી
અમદાવાદ: શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. દિવસેને દિવસે ચોરીની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. તેવામાં વધુ એક ઉમેરો થયો છે. બુધવાર મોડી રાત્રે ચોખા બજારની 20 દુકાનોમાં ચોરી થઈ છે. આ મામલે પોલીસે ફરીયાદ આધારે તપાસ હાથ ધરી છે.
![અમદાવાદના કાલુપુરની ચોખા બજારમાં એક સાથે 20થી વધુ દુકાનમાં ચોરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5061950-thumbnail-3x2-ahd.jpg)
અમદાવાદના કાલુપુરની ચોખા બજારમાં એક સાથે 20થી વધુ દુકાનમાં ચોરી
મળતી માહિતી પ્રમાણે, શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલાં ચોખા બજારમાં બુધવારે મોડી રાત્રે ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. ચોખા બજારમાં નીચેના માળ પર આવેલી અનાજની દુકાનોના તાળા તોડીને રોકડ રકમ અને પહેલા માળની કેટલીક ઓફિસમાંથી રોકડ રકમની ચોરી કરી હતી. જેની જાણમાં જ્યારે સવારે વેપારીઓ આવ્યા ત્યારે દુકાનોના તૂટેલાં તાળા તથા કેટલીક દુકાનો અડધી ખુલ્લી હાલતમાં જોતા ચોંકી ઉઠ્યા હતાં. આમ, આટલી મોટી માત્રામાં તાળા તૂટતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી.
અમદાવાદના કાલુપુરની ચોખા બજારમાં એક સાથે 20થી વધુ દુકાનમાં ચોરી