અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ મેચ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જામી છે, ત્યારે ગુજરાત સહિત દેશભરમાંથી અનેક લોકો વહેલી સવારથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા, ત્યારે ટ્રેનની અને ફ્લાઇટની ટિકિટ ન મળતા મહારાષ્ટ્ર થી સ્પેશિયલ 10 કલાકની સેલ્ફ ડ્રાઇવ કરીને સાત યુવાનો લીધા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા અને આ વિશ્વ કપમાં વર્ષ 2003 ની હાર નો બદલો ટીમ ઇન્ડિયા અમદાવાદમાં વાળશે તેવું પણ નિવેદન ઈટીવી સાથેની વાતચીતમાં આપ્યું હતું. કોહલી શર્મા સદી મારશે, શામી હેટ્રિક લેશે:
વર્લ્ડ કપ 2023: ટ્રેન કે ફ્લાઈટની ટિકિટ ન મળતા મહારાષ્ટ્રથી જાતે કાર ડ્રાઈવ કરી અમદાવાદ પહોંચ્યા યુવકો, ભારતની જીતની કરી કામના
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ મેચ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જામી છે, ત્યારે ગુજરાત સહિત દેશભરમાંથી અનેક લોકો વહેલી સવારથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા, ત્યારે ટ્રેનની અને ફ્લાઇટની ટિકિટ ન મળતા મહારાષ્ટ્ર થી સ્પેશિયલ 10 કલાકની સેલ્ફ ડ્રાઇવ કરીને સાત યુવાનો લીધા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા
Published : Nov 19, 2023, 2:04 PM IST
મહારાષ્ટ્રથી આવેલા યુવકોનો પ્રતિભાવ: મહારાષ્ટ્રથી આવેલા યુવાનોએ ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે ફાઇનલ મેચને લઈને ખૂબ જ ઉત્સુક છે, અને અમે સેલ્ફ ડ્રાઇવ કરીને રાતે મુંબઈથી નીકળ્યા હતા અને વહેલી સવારે આજે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા, અને અમે સીધા જ કોઈ પ્રકારનો આરામ કર્યા વગર સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતાં, ત્યારે આજની મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સદી ફટકારશે જ્યારે બોલરમાં મોહમ્મદ સામી હેટ્રિક વે છે અને ભારતનો ભવ્ય વિજય થશે. મહત્વપૂર્ણ છે કે, ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી છે, ત્યારે સૌ કોઈની નજર હવે આ મેચ પર મંડાયેલી છે. લોકો સતત ભારતની જીતની કામના કરી રહ્યાં છે. લોકોમાં ખુબજ જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.