ગુજરાત

gujarat

ETV Bharat / state

16 નવયુવાનો એવું તો શું કરે છે કે, કોવિડ દર્દીઓમાં પોઝિટિવ વાતાવરણ સર્જાય છે?

કોરોના મહામારી સામેની લડતમાં સરકારની સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે અને સતત કોરોનાના દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ઉમદા સેવાકીય કાર્ય કરી રહી છે. એવો જ એક દાખલો અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યો હતો.

ahm
ahm

By

Published : May 25, 2021, 7:22 AM IST

  • સોલા સિવિલ હોસ્પિટલમાં નવયુવાનો સેવા કરી રહ્યા છે
  • કોવિડ દર્દીઓમાં પોઝિટિવ વાતાવરણ સર્જી રહ્યા છે યુવાનો
  • કોવિડ દર્દીઓ ઝડપથી સાજા થયા તેવી પ્રાર્થના કરે છે

અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા કોવિડ દર્દીઓ માટે અનેક સંસ્થાઓ કાર્યરત છે. આ કપરા સમયમાં એકબીજાને મદદરૂપ થવું એ આપણી સૌની સામાજિક જવાબદારી છે. એવા ઉમદા વિચારધારા સાથે અમદાવાદના 16 જેટલા યુવાન-યુવતીના ગ્રુપ તરફથી કોરોના થયેલા દર્દીઓ માટે સેવા કરવી છે તેવો મક્ક્મ નિર્ધાર કર્યા બાદ એક પહેલનાં ભાગરૂપે 'પ્રયાસ' એક્ટ ફાઉન્ડેશન (Alliance Contriving Transformation Foundation) બનાવવામાં આવ્યું છે, અને બસ સેવાયજ્ઞ શરૂ કરી દીધો.

સોલા સિવિલ હોસ્પિટલમાં નવયુવાનો સેવા કરી રહ્યા છે

આ પણ વાંચો: યંગ એકતા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈ

કોવિડ દર્દીને મદદરૂપ થાય છે

સોલા સિવિલના આરોગ્યકર્મીઓ સાથે જોડાઈને કોવિડના દર્દીઓને મદદરૂપ થવા અને કોરોના વોર્ડમાં હકારાત્મક અને હૂંફાળું વાતાવરણ પુરૂ પાડવાના ધ્યેય સાથે એક્ટ ફાઉન્ડેશનમાં કાર્યરત સેવાભાવી યુવાન-યુવતીઓ દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓને સવારે પૌષ્ટિક નાસ્તો, જ્યુશ, તથા પીવાના પાણીની બોટલ પુરી પાડવામાં આવે છે. ઉપરાંત દાખલ થયેલા કોવિડ દર્દીઓને વોર્ડમાં હકારાત્મક વાતાવરણ મળી રહે તે હેતુથી તેમને વાંચન કરવા માટે પ્રેરણાદાયી પુસ્તકો આપવામાં આવે છે. બિમાર દર્દીઓ માટે સંગીત એ મન મષ્તિકને શાંત કરતું ઉત્તમ માધ્યમ છે, તેથી વોર્ડમાં કોરોનાના વિચારો દૂર થાય, હૂંફાળું અને પોઝિટિવ વાતાવરણ ઉભુ થાય તે માટે દરરોજ સંગીત વગાડવામાં આવે છે. તદુપરાંત જરૂરિયાતમંદ દર્દીઓને કપડા અને જીવન જરૂરી પ્રાથમિક વસ્તુઓ સંસ્થા તરફથી પુરી પાડવામાં આવે છે.

કોવિડ દર્દીઓમાં પોઝિટિવ વાતાવરણ સર્જી રહ્યા છે યુવાનો

સંસ્થાના પ્રમુખ પ્રતિક બચાણી કહે છે કે,

અમારો ઉદ્દેશ છે કે તબીબોની સારવાર સાથે સંક્રમિત દર્દીઓને પ્રોત્સાહનરૂપી સકારાત્મક વાતાવરણ મળી રહે અને તેઓ ઝડપી સાજા થઈને તેમના પરિવારજનો પાસે જઈ શકે. એક્ટ ફાઉન્ડેશન દ્વારા દરરોજ 200 જેટલા ફૂડ પેકેટ, નાસ્તો તથા પાણીની બોટલ સોલા સિવિલમાં આપવામાં આવે છે. યુવા ગ્રુપના સભ્યો દ્વારા જાતે જઈને દરેક દર્દીઓને નાસ્તો આપવામાં આવે છે.

આ પણ વાંચો: શ્રી સાંઈ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ઘરે કોરોનાની સારવાર લેતા દર્દીઓને ઓક્સિજનના સિલિન્ડર પૂરા પાડવાની સેવા શરુ કરાઇ

હોસ્પિટલમાં બીજી બે સંસ્થાઓ પણ સેવામાં જોડાઈ છે

સોલા સિવિલમા એક્ટ ફાઉન્ડેશન સાથે 'શરણમ ફાઉન્ડેશન' અને 'વી વીલ હેલ્પ યુ ટ્રસ્ટ' જેવી સંસ્થાઓ દ્વારા પણ મદદ પુરી પાડવામાં આવે છે. કાર્યરત તમામ સંસ્થાઓની દેખરેખ સોલા સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. પીનાબેન સોની અને RMO ડૉ. પ્રદીપભાઈ પટેલ કરી રહ્યા છે અને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે.

કોવિડ દર્દીને મદદરૂપ થાય છે

ABOUT THE AUTHOR

...view details