ગુજરાત

gujarat

ETV Bharat / state

બહેનનો બદલો લેવા યુવકે FB પર ફેક એકાઉન્ટ બનાવી કર્યું આવું કૃત્ય, સાયબર સેલે કરી ધરપકડ - Social network

અમદાવાદ: શહેરમાં એક યુવતીના નામનું ફેક ફેસબુક આઈડી બનાવી ફરિયાદીની માતા વિરૂદ્ધ બીભત્સ મેસેજ અને ફોટો મોકલતા આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે સાયબર ક્રાઇમે ટેક્નિકલ એનાલિસિસ કરતા ગોમતીપુરના બળવંતભાઈ નામના યુવકની ધરપકડ કરી હતી.

સાયબર ક્રાઇમ
સાયબર ક્રાઇમ

By

Published : Dec 29, 2019, 3:18 PM IST

હાલના સમયમાં સોશિયલ મિડિયાનો ઉપયોગએ માત્ર યુવકો જ નહિ પરંતુ દરેક ઉંમરના લોકો કરતા હોય છે અને એક બીજના સંપર્કમાં રહેતા હોય છે. આ જ સોશિયલ નેટવર્કના મારફતે અનેક અઘરા કામો આસાન બની જતા હોય છે અને કેટલાક લોકો માટે તો આશિર્વાદ સમાન પણ પુરવાર થતું હોય છે. પરંતુ, આ જ સોશિયલ નેટવર્કની બીજુ પણ પાસુ છે અને તે છે લોકોને બદનામ કરવાનું. હાલમાં આ જ સોશિયલ નેટવર્ક થકી લોકો પોતાની દુશ્મનાવટનો બળાપો કાઢતા હોય છે. આવી જ વધુ એક ઘટના અમદાવાદમાં બની છે.

સાયબર ક્રાઇમ

આરોપી બળવંત મકવાણાની સાયબર ક્રાઇમ દ્વારા પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ફરિયાદી આરોપીના વિસ્તારમાં જ રહે છે અને અગાઉ આ ફરિયાદીને આરોપીની બહેનની સાથે ઝઘડો તકરાર થયો હતો જે બાબતે ગોમતીપુરમાં ફરિયાદ નોંધાઇ હતી. જેની અદાવત રાખી તેમજ ફરિયાદી સાથે બદલો લેવા માટે ફેસબુક ઉપર ફેફ આઈડી બનાવી ફરિયાદીના માતાના નામના બિભસ્ત મેસેજ લખી તેમને બદનામ કરવા આરોપીએ પોતાના જ મોબાઈલ નંબરના વોટ્સએપ પર બિભસ્ત મેસેજ વાળા ફોટોનું ડી.પી મુક્યું હતું. આ વાત આરોપીએ કબૂલી હતી. જેને લઈ ધોરણ 10 પાસ આરોપી બળવંત મકવાણાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ આરોપીની સાયબર ક્રાઈમેં ધરપકડ તો કરી લીધી છે. પરંતુ તેમ છતા પણ આ પ્રકારના કિસ્સાઓ સમાજમાં વધુને વધુ બનતા જાય છે. જેને રોકવા માટે સમાજને સભ્ય અને સંસ્કારી બનવવો જરૂરી છે તો જ આ આશિર્વાદરૂપ ટેક્નોલોજી કામમાં આવી શકશે નહી અને આ જ ટેક્નોલોજી અભિશાપરૂપ પણ સાબિત થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details