ગુજરાત

gujarat

ETV Bharat / state

સિવિલ જજની ભરતીમાં 10 ટકા EWS ક્વોટા લાગુ કરવાની માગ, હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ - Demand for EWS quota

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા આર્થિક ધોરણે 10 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી હોવા છતાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી સિવિલ જજની ભરતીમાં EWS ક્વોટા લાગુ ન કરતા પરીક્ષા આપનાર ઉમેદવાર દીલીપ સાવુકિયા દ્વારા શુક્રવારે હાઈકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજી મુદે ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે આ મુદે તમામ પક્ષકારોને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 10મી જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

સિવિલ જજની ભરતીમાં 10 ટકા EWS ક્વોટા લાગુ કરવાની માગ

By

Published : Nov 15, 2019, 11:48 PM IST

અરજદાર ઈચ્છે તો સિવિલ જજની પરીક્ષા માટે નોંધણી કરી હોય અને EWS ક્વોટાની માગ માટે અરજી કરી શકે છે. આ સિવિલ જજની ભરતી જાહેર હિત સાથે સંકળાયેલી ન હોવાથી આ કેસમાં પીટીશન દાખલ કરી શકાય. ઉલ્લેખનીય છે કે આ જાહેરહિતની અરજીમાં દિનેશ ભામણીયા બાદ બીજા અરજદાર દીલીપ સાવુકીયા મૂળ વ્યવસાયે વકીલ છે અને સિવિલ જજની ભરતી માટે તેમણે નોંધણી પણ કરવી છે. આ મુદે વાતચીત કરતા અરજદાર દિનેશ ભામણીયાએ જણાવ્યું હતું કે ચીફ જસ્ટીસના આદેશ પ્રમાણે દીલીપ સાવુકીયા મારફતે હાઈકોર્ટમાં આ મુદાને લઈને રિટ દાખલ કરી હતી.

સિવિલ જજની ભરતીમાં 10 ટકા EWS ક્વોટા લાગુ કરવાની માગ, હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ

હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેર હિતની અરજીમાં રજુઆત કરવામાં આવી હતી કે સરકારની મોટાભાગની ભરતીમાં EWS 10 ટકા ક્વોટા લાગુ કરવામાં આવે છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રી વિભાગ દ્વારા સિવિલ જજ માટે ઠરાવ મુજબ બહાર પાડવામાં આવેલી જાહેરાતમાં લાગુ કરાયું નથી. સરદાર પટેલ ગ્રુપ આર્થિક અનામતની લડતમાં સંકળાયેલું રહ્યું છે અને 2015માં તેને લઈને વિરુદ્ધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details