ગુજરાત

gujarat

ETV Bharat / state

મહિલાએ લગ્નનો ઇન્કાર કરતા ડોક્ટરે કરી મારઝુડ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન - મહિલાનો લગ્ન કરવા ઇન્કાર

અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેલી મહિલાના ધરમાં ઘૂસીને 'તું મારી સાથે લગ્ન કેમ નથી કરતી’ કહી ડોક્ટરે મહિલા સાથે મારઝૂડ કરી હતી. શુભમ મેરેજ બ્યુરોમાંથી મહિલાનો બાયોડેટા મેળવી લગ્ન માટે દબાણ કર્યું જેને લઈ વાડજ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મહિલાએ લગ્નનો ઇન્કાર કરતા ડોક્ટરે કરી મારઝુડ
મહિલાએ લગ્નનો ઇન્કાર કરતા ડોક્ટરે કરી મારઝુડ

By

Published : Aug 4, 2020, 2:47 AM IST

અમદાવાદ: ડૉકટરે શનિવારે રાત્રે નવા વાડજ વિસ્તારમાં રહેતી 31 વર્ષીય મહિલાના ઘરમાં ઘૂસી તેની આબરૂ લેવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. શુભમ મેરેજ બ્યુરોમાંથી મહિલાની વિગતો મેળવી આરોપી ફોન કરીને લગ્ન માટે દબાણ કરતો હતો. શુક્રવારે આરોપીએ કરેલા 35 જેટલા ફોનનો મહિલાએ જવાબ આપ્યો નહોતો. આખરે ડોકટર મહિલાના ઘરે પહોંચ્યો હતો. મહિલાને તું મારી સાથે લગ્ન કેમ નથી કરતી તેમ કહી મારઝૂડ કરી હતી. જેમાં મહિલાનો હાથ પકડી આરોપીએ ઈજ્જત લેવાનો પ્રયાસ કરતાં પોલીસને જાણ કરાઈ હતી.

નવા વાડજ વિસ્તારના એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રહેતી અને ઘરે જ બ્યુટી પાર્લર ચલાવતી મહિલાએ તેના અગાઉના પતિ સાથે મનમેળ ન આવતાં છૂટાછેડા લીધા હતાં. મહિલા તેની પુત્રી સાથે એકલી રહી પોતાનું જીવન વ્યતીત કરતી હતી.

દરમિયાનમાં મહિલા પર થોડા દિવસ અગાઉ જગદીશભાઈ વિઠાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતુ કે તેઓને શુભમ મેરેજ બ્યુરોમાંથી વિગતો મળી છે. મારા પુત્રના ડિવોર્સ થયા છે અને તેણે તમારા બાયોડેટામાં રસ છે. જગદીશભાઈએ મહિલાના માતા પિતાની પણ વિગતો માગી હતી. જોકે મહિલાએ પહેલા હું તમારા પુત્રને જોઇશ અને મને તે ગમશે તો મારા માતા પિતા સાથે વાત કરાવીશ તેમ જણાવ્યું હતું.

જગદીશભાઈએ જણાવ્યું કે, મારો પુત્ર તમને ફોન પર બાયોડેટા મોકલશે. તમને ગમે તો વાતચીત કરજો. તે પછી ડૉ. તેજસ વિઠાએ બાયોડેટા મોકલ્યો પણ મહિલાએ બેન્ક અને હોસ્પિટલના કામમાં વ્યસ્ત હોવાથી કોઈ જવાબ આપ્યો નહોતો. દરમિયાન એક થી બે વાર ડૉ.તેજસ સાથે વાતચીત થઈ હતી. શનિવારે બપોરે ડૉ.તેજસનો ફોન આવતા મહિલાએ તે તેની પુત્રીની સારવારમાં હોવાનું જણાવ્યું હતું. આથી તેજસે તમે મારા ત્યાં લાવો હું તમારી પુત્રીની સોનોગ્રાફી કરાવી આપીશ. આથી મહિલાએ બરોડા એક્સપ્રેસ હાઇવે સિટીએમ ક્રોસ રોડ વ્રજભૂમિ સોસાયટી ડૉ.તેજસના ત્યાં ગઈ હતી. પુત્રીનું ચેકઅપ કરાવી થોડી વાતચીત કરી તે પરત ફરી હતી. બાદમાં તેજસના 30થી 35 કોલ આવ્યા પણ મહિલાએ 3 કોલ જ ઉપાડ્યા હતાં.

મોડી રાત્રે અચાનક ડૉ. તેજસ મહિલાના નવા વાડજ ખાતેના ઘરમાં ઘૂસી આવ્યો હતો. તું મારા ફોન કેમ નથી ઉપાડતી અને મારી સાથે લગ્ન કેમ નથી કરતી તેમ કહી અપશબ્દો બોલી મારઝૂડ કરવા લાગ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે મહિલાએ વાડજ પોલીસ સ્ટેશન પહોંચી અને આરોપી ડૉ. તેજસ વિઠા રાજગોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ABOUT THE AUTHOR

...view details