અમદાવાદઃ શહેરના પાંચકુવા વિસ્તારમાં ઈસ્માઈલભાઈની કાપડની દુકાન આવેલી છે. આ દુકાનની બાજુમાં જ તેમનું ગોડાઉન પણ છે. સોમવારે સાંજે તેઓ નમાજ માટે મસ્જીદ ગયા હતા ત્યારે દુકાનમાં કામ કરતો નોકર બાજુના ગોડાઉનમાં ગયો હતો. તે દરમિયાન દુકાનમાં કોઈ હતું નહી ત્યારે, એક અજાણી મહિલા મોઢે દુપટ્ટો બાંધીને દુકાનમાં આવી હતી અને થોડીવાર દુકાનમાં આમતેમ જોઇને રૂપિયાના કાઉન્ટર તરફ આગળ વધી હતી.
દુકાનમાં કોઈ નહીં હોવાથી મહિલાએ રોકડ રકમ પર હાથ સાફ કર્યો, ઘટના CCTVમાં કેદ - કાલુપુરમાં ચોરીની ઘટના
અમદાવાદમાં કાલુપુરના પાંચકુવા ખાતે આવેલી કપડાની દુકાનમાં એક અજાણી મહિલા મોઢે દુપટ્ટો બાંધીને આવી હતી. ત્યારબાદ દુકાનમાં કોઈ નહીં હોવાથી ગલ્લો તોડી 2.72 લાખ રૂપિયા રોકડા લઈને મહિલા ફરાર થઇ ગઈ હતી.
ahmedabad news
મહિલાએ ગલ્લો તોડી તેમાં પડેલા 2.72 લાખ રોકડ રૂપિયા લઈને દુકાનમાંથી નીકળી ગઈ હતી. મહિલા દુકાનમાં પ્રવેશતા અને બહાર નીકળતા CCTVમાં કેદ થઇ હતી. ઘટના અંગે ઈસ્માઈલભાઈએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી છે.