ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં રોજગાર મેળો નક્કી કરેલી તારીખે ન ભરાતા લોકો રોષે ભરાયા - ahemdabad news

અમદાવાદઃ રોજગાર ભરતી મેળો યોજવવાનો હતો. જેની જાહેરાત સરકાર દ્વારા કેટલાય દિવસથી થઈ રહી હતી. પરંતુ ચૂંટણીની તારીખ જાહેર થતા આચારસંહિતા લાગુ થઈ છે. જેના લીધે ભરતી મેળો મોકૂફ રાખવામાં આવ્યો હતો. પરંતુ લોકોને જાણ ના કરાતા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને બાદમાં તંત્ર પ્રત્યે રોષ સાથે ઘરે પરત ફર્યા હતા.

abd

By

Published : Sep 24, 2019, 7:00 PM IST

અમદાવાદની ગુજરાત યુનિવર્સીટીમાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી રોજગાર ભરતી મેળાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી હતી. ત્યારે શનિવારે ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટા-ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.

અમદાવાદમાં રોજગાર મેળો નક્કી કરેલી તારીખે ન ભરાતા લોકો રોષે ભરાયા

અમરાઈવાડી બેઠક પર પેટા-ચૂંટણી જાહેર થતા આચારસંહિતા પણ લાગુ થઈ છે. જેના કારણે સરકાર દ્વારા રોજગાર ભરતી મેળો મોકૂફ રાખવામાં આવ્યો હતો.પરંતુ સરકાર દ્વારા તેની જાહેરાત ના કરાતા લોકો સવારથી જ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ખાલી હાથે પરત ફર્યા હતા. હવે નવી તારીખ ચૂંટણી બાદ જાહેર કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details