અમદાવાદ: અમદાવાદ શહેરમાં વહેલી સવારે શ્રેય હોસ્પિટલમાં ICU મા દાખલ કોરોના પોઝિટિવ દર્દીઓના વોર્ડમાં આગ લાગી હતી. આગ લાગતાં દાખલ 8 દર્દીઓના મોત થયા હતા. સમગ્ર મામલે હોસ્પિટલની બેદરકારી અંગે પોલીસે ટ્રસ્ટીને પૂછપરછ માટે લઈ ગઈ છે.
શ્રેય હોસ્પિટલ ટ્રસ્ટીની અટકાયત, પોલીસ કરશે પૂછપરછ - news in fire
અમદાવાદ શહેરમાં વહેલી સવારે શ્રેય હોસ્પિટલમાં ICU મા દાખલ કોરોના પોઝિટિવ દર્દીઓના વોર્ડમાં આગ લાગી હતી. આગ લાગતાં દાખલ 8 દર્દીઓના મોત થયા હતા. સમગ્ર મામલે હોસ્પિટલની બેદરકારી અંગે પોલીસે ટ્રસ્ટીને પૂછપરછ માટે લઈ ગઈ છે.
શ્રેય હોસ્પિટલ
સેકટર-1 જેસીપી આર.વી. અસારીએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. હોસ્પિટલમાં ફાયર સેફ્ટી હતી કે, નહીં ઇમરજન્સી એક્ઝિટ હતી કે, નહીં તે તમામ પાસાઓ અંગે તપાસ શરૂ કરી છે.
હાલ 4 ટ્રસ્ટીઓ પૈકી ભરત મહંત નામના ટ્રસ્ટીને પોલીસ સ્ટેશન પૂછપરછ માટે લઈ જવામાં આવ્યાં છે. તેમજ દર્દીઓના સગાઓને પણ પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવશે.
Last Updated : Aug 6, 2020, 11:45 AM IST