અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં ભારે વરસાદને કારણે વૃક્ષ ધરાશાયી થયું - tree collapsed due to heavy rains
ચોમાસામાં વરસાદને કારણે સામાન્ય રીતે વૃક્ષો ધરાશાયી થતા હોય છે. તેને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલાં જ વૃક્ષોને ટ્રિમિંગ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારે,અમદાવાદમાં જુના વાડજ વિસ્તારમાં એક મોટું પીપળાનું વૃક્ષ ધરાશાયી થયું હતું.

અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં ભારે વરસાદને કારણે વૃક્ષ ધરાશાયી થયું
અમદાવાદ: શહેરમાં આવેલા જુના વાડજ વિસ્તારમાં એક મોટું પીપળાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. આ વૃક્ષ ખૂબ જ જૂનું હતું.તેના થડમાં સડાના કારણે પોલાણ સર્જાવાથી આ વૃક્ષ વરસાદનો માર સહન ન કરી શકતા તૂટી પડયું હતું. તે વિસ્તારથી થોડા અંતરે જ બાળકો વરસાદમાં રમતા હતા. પરંતુ સદભાગ્યે વૃક્ષ નીચે કોઈ પણ વ્યક્તિ ન હોવાથી જાનહાનિ સર્જાઈ નથી. ગામનો રસ્તો થોડા સમય માટે બ્લોક થતાં વૃક્ષને કાપીને હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી.