ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં હીટવેવ: રાજકોટમાં ઑરેન્જ એલર્ટ, તો અમદાવાદમાં ૪૧.૬ ડિગ્રીએ તપ્યું - Smit Chauhan

અમદાવાદઃ અમદાવાદ સહિત દેશભરમાં ગરમી વધી રહી છે ત્યારે વધતી ગરમીને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગરમીનો પારો ૪૧.૬ ડિગ્રી પહોંચ્યો છે અને હીટવેવની સ્થિતિ યથાવત છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટમાં પણ લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યાં છે. આ સાથે જ તાપમાનનો પારો  44 ડીગ્રી જવાની શક્યતા છે. જેથી રાજકોટમાં ઑરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પ્રતિકાત્મક ફોટો

By

Published : Apr 4, 2019, 5:12 PM IST

Updated : Apr 4, 2019, 7:21 PM IST

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે મુજબ હજી પણ વધુ બે દિવસ અમદાવાદ શહેરમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. જેના કારણે ગરમીમાં વધારો નોંધાશે અને આગામી બે દિવસમાંતાપમાન 42ડિગ્રીને પાર પહોંચશે એવું માનવામાં આવી રહ્યું છે. સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ, કરછ, અમદાવાદ અને રાજકોટમાં થઇ રહીછે. રાજકોટમાં તાપમાન ૪૩.૩ ડિગ્રી નોંધાયું છે, જ્યારે ઇડરમાં અતિશય ગરમીના કારણે ડુંગરો અને ટેકરીઓ પણ જ્વાળા બની છે.

ગરમીનો પ્રકોપ સમગ્ર રાજ્યમાં વધી રહ્યો છે ત્યારે રસ્તાઓ સૂમસામ બન્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વધુ બે દિવસ અમદાવાદમાં હીટવેવની અસર જોવા મળશે આને ગરમીમાં સતત વધારો પણ થશે. જો સૌરાષ્ટ્રમાં રાજકોટની વાત કરીએ તોરાજકોટમાં પણ સતતગરમીનો પારો વધી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા આજે રાજકોટમાં ફરી ઑરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આજે રાજકોટનું તાપમાન 42થી લઈને 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. જેને લઈને આ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Last Updated : Apr 4, 2019, 7:21 PM IST

ABOUT THE AUTHOR

...view details