ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં ભણવા બાબતે માસીએ ઠપકો આપતા યુવક ઘરેથી રફુચક્કર - Ahmedabad letest news

અમદાવાદ: શહેરમાં ધોરણ-10માં અભ્યાસ કરતા કિશોરને માસીએ ભણવા બાબતે ઠપકો આપતા તે ઘર છોડી જતો રહ્યો હોવાની ફરિયાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કિશોર તેની માસી સાથે રહેતો હતો અને અગાઉ પણ તે આ જ રીતે ઘર છોડી જતો રહ્યો હતો.

ભણવા બાબતે ઠપકો આપતા કિશોર ઘર છોડીને ચાલ્યો ગયો

By

Published : Nov 10, 2019, 2:25 PM IST

ચાર દિવસ સુધી તે પરત ન આવતા છેવટે ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદના ઓઢવમાં આવેલા એક ફ્લેટમાં એક મહિલા પરિવાર સાથે રહે છે. સગીર ત્રણ વર્ષનો હતો ત્યારથી માસીએ તેને સાથે રાખી ભણાવ્યો હતો. સગીર હાલ 16 વર્ષનો છે અને તે સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરે છે.

સગીર ભણવામાં ધ્યાન આપતો ન હતો. જેથી માસીએ કહ્યું કે બોર્ડની પરીક્ષા આપવાની છે. અભ્યાસમાં ધ્યાન આપતો નથી અને આખો દિવસ આરામ કરે છે તે બરાબર નથી. જેથી સગીરે જણાવ્યું કે, હું મારી રીતે અભ્યાસ કરીશ તમારે કંઇ કહેવાની જરૂર નથી. ત્યારબાદ તે 3 નવેમ્બરે ઘરેથી નીકળી ગયો હતો. તે સમયે માસીને એમ હતું કે, ગુસ્સો શાંત થશે પછી તે પરત આવી જશે. પરંતુ તે પાંચ દિવસ છતા પરત આવ્યો ન હતો. જેથી માસીએ આ અંગે ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.

ABOUT THE AUTHOR

...view details