- પ્રાથમિક સ્કૂલો ઓફલાઇન થતા બી.એલ.ઓની કામગીરીથી છુટા કરવા શિક્ષકોએ લખ્યો પત્ર
- દોઢ વર્ષ પછી વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા છે માટે વિદ્યાર્થીઓ પર ધ્યાન આપવું જરૂરી
- ઓનલાઈનમાં વિદ્યાર્થીઓથી છૂટી ગયેલું શિક્ષણ અત્યારની પરિસ્થિતિએ મળે તે ખૂબ જરૂરી
અમદાવાદ: શિક્ષકોને વિદ્યાર્થીઓને ભણાવ્યા સિવાય અન્ય કેટલીક કામગીરી સોંપવામા આવતી હોય છે, જેના કારણે ઘણી વાર શિક્ષકો શિક્ષણકાર્યમાં ધ્યાન આપી શકતા નથી જેના કારણે વિદ્યાર્થીઓના ભણતરમાં અસર પડતી હોય છે. શિક્ષકો વિદ્યાર્થીઓને બરાબર ભણાવી શકે તે માટે શિક્ષકોએ બી.એલ.ઓની કામગીરીથી છુટા કરવા માગ કરી છે.
BLO ની કામગીરીથી છુટા કરવા શિક્ષકોએ ચૂંટણી અધિકારીને પત્ર લખી કરી રજુઆત BLO ની કામગીરીથી છુટા કરવા શિક્ષકોએ ચૂંટણી અધિકારીને પત્ર લખી કરી રજુઆત આ પણ વાંચો : મુન્દ્રા હેરોઈન પ્રકરણમાં ED તપાસમાં જોડાઈ : 6 લોકોની અટકાયત
વિદ્યાર્થીઓનું ભણતર જરૂરી
મ્યુનિસિપલ શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હતું કે, "હવે પ્રાથમિક સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થઈ ગયું છે તો અમે બી.એલ.ઓ ની કામગીરી કરીશું તો અમે વિદ્યાર્થીઓને બરોબર ભણાવી શકીશું નહિ. ઘણી સ્કૂલોમાં 90 થી 95 ટકા શિક્ષકોને બી.એલ.ઓની કામગીરી માટે ઓર્ડર આવ્યા છે. ત્યારે ઓનલાઇન શિક્ષણમાં વિદ્યાર્થીને છૂટી ગયેલું શિક્ષણ હવે તમને મળે તે ખૂબ જરૂરી છે. ત્યારે આ કામગીરી અન્ય લોકોને આપવા માંગ કરવામાં આવી છે. હાલ માં શિક્ષક મંડળે માત્ર ચૂંટણી અધિકારીને પત્ર લખી રજુઆત કરી છે પરંતુ આગામી સમયમાં જો યોગ્ય નિર્ણય નહિ આવે તો શિક્ષકો લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો :PM મોદી આજે અમેરિકા જવા રવાના : 26 સપ્ટેમ્બરે દિલ્હી પરત ફરશે