અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. મંગળવારે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાની જીતને રદ જાહેર કરી છે. હાઇકોર્ટ કોંગ્રેસી ઉમેદવાર અશ્વિન રાઠોડના પક્ષમાં ચુકાદો આપ્યો છે.
હાઇકોર્ટે ચુકાદામાં મહત્ત્વના અવલોકન કરતાં જણાવ્યું હતું કે, ધોળકાના ચૂંટણી અધિકારી ધવલ જાની દ્વારા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને લાભ કરવા માટે ભ્રષ્ટાચાર આચર્યો હતો. હાઈકોર્ટે આ વાતને માન્ય રાખીને ચુડાસમાની જીતને રદ જાહેર કરી છે.
આ અગાઉ ભુપેન્દ્ર ચુડાસમાના વકીલ નિરૂપમ નાણાવટ્ટીએ આ કેસમાં વધુ સાક્ષીઓની ઉલટ તપાસની જરૂર ન હોવાથી પુરાવવા બંધ કરવાની માંગ કરતા કોર્ટે તેને રેકોર્ડ પર લીધી હતી. અરજદાર તરફથી કરાયેલી અરજીમાં અગાઉ ભુપેન્દ્ર ચુડાસમા તરફથી પોતાની તરફેણમાં સાક્ષીઓ તપાસવાની યાદી અદાલત સમક્ષ રજુ કરાઈ હતી. ધોળકા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર જાવેંદ મીંયા કાદરીએ સાક્ષી તરીકે પુરાવવા આપવાનો ઈન્કાર કર્યો હતો. જેથી ભુપેન્દ્ર ચુડાસમાએ પોતે જુબાની આપવાની તૈયારી બતાવી હતી. ચુડાસમાની જુબાની પૂર્ણ થતાં તેમના પછી કોર્ટમાં જુબાની કોણ આપશે તેનું નામ આપવાનું હતું જોકે તેમના વકીલે વધું સાક્ષીઓને ન તપાસવાની રજુઆત કરી હતી.