- કોરોનાના આજે 780 નવા કેસ નોંધાયા
- કુલ આંકડો 2,45,037 પર પહોંચ્યો
- 916 દર્દીઓ સાજા થયા અને 4 દર્દીના મોત
અમદાવાદઃ રાજ્યમાં વર્ષના અંતિમ દિવસે ગત 24 કલાક દરમિયાન કોરોનાના 780 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,45,037 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 94.23 ટકા થયો છે. તો ગુજરાતમાં આજે 54,672 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 96,52,780 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં 10 હજારથી ઓછા એક્ટિવ કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 916 દર્દી સાજા થયાં છે તો અત્યાર સુધીમાં કુલ 2,30,893 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 9 હજાર 839 એક્ટિવ કેસ છે. જેમાંથી 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાના ટેસ્ટિંગની ક્ષમતા પણ વધારવામાં આવી છે. આજે રાજ્યમાં કુલ 54,672 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યની વસ્તીને ધ્યાને લેતા ટેસ્ટ પ્રતિ મિલિયન 841.11 જેટલા થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 96,52,780 ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોનાના કારણે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોય તેવા લોકોની સંખ્યા આજની તારીખે 5 લાખ 5 હજાર 314 છે, જે પૈકી 5,05,195 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇન છે અને 119 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.