રાજ્ય સરકારે હાઇકોર્ટમાં કહ્યું સંજીવ ભટ્ટના પરિવારને સુરક્ષાની જરૂર નથી
અમદાવાદઃ પૂર્વ IPS સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટ દ્વારા પોલીસ પ્રોટેક્શન માટે હાઇકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી હતી. આ મુદ્દે સોમવારે જસ્ટિસ એસ વોરાની કોર્ટમાં રાજ્ય સરકાર તરફે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સંજીવ ભટ્ટ અને તેના પરિવારને કોઈ ભય કે ધાક-ધમકી ન હોવાને લીધે પોલીસ પ્રોટેકશનની જરૂર ન હોવાની રજૂઆત કરી હતી.
રાજ્ય સરકાર તરફે રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં રજૂઆત કરવામાં આવી છે કે 18મી જુલાઈ 2018ના રોજ 64 લોકોના પોલીસ પ્રોટેકશન રદ કરવામાં આવ્યા હતા. સંજીવ ભટ્ટનાં પત્ની શ્વેતા ભટ્ટ પબ્લિસિટી માટે હાઇકોર્ટમાં રીટ દાખલ કર્યા હોવાનો સરકારે આક્ષેપ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે સંજીવ ભટ્ટને Y કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવતી હતી, જેના ભાગરૂપે તેના બંગલાની બહાર બંદૂક ધારી પોલીસ કર્મચારીને તેનાત કરવામાં આવતો હતો. શ્વેતા ભટ્ટ દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પીટીશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પોલીસ સાદા કપડામાં તેમનો અને પરિવારજનોનો પીછો કરે છે.