- CM વિજય રૂપાણીએ કર્યા એમ.ઓ.યુ.
- એમેઝોન અને ગુજરાત સરકાર વચ્ચે થયા એમ.ઓ.યુ.
- રાજ્યની 200 થી વધુ MSME કંપનીઓ 200 દેશમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરશે
ગાંધીનગર : રાજ્ય સરકારે રાજ્યના એમ.એસ.એમ.ઈ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળે અને દેશ-વિદેશમાં પણ ગુજરાતની એમ.એસ.એમ.ઈ કંપનીઓના પ્રોડક્ટને સર્વિસ પ્રાપ્ત થાય તેને ધ્યાનમાં લઇને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં આજે વિશ્વની પ્રસિદ્ધ કોમર્સ કંપની એમેઝોન સાથે એમઓયુ કર્યા હતા, આ એમ.ઓ.યુ. કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગે વિશ્વખ્યાત ઇ-કોમર્સ કંપની એમેઝોન સાથે એમ.ઓ.યુ. કર્યા.
B2C માટે મહત્વની ડિલ
અમદાવાદ, વડોદરા, સુરત, ભરુચ અને રાજકોટ સહિતના MSME ક્લસ્ટર્સમાં એમેઝોન ટ્રેનિંગ-વર્કશોપ વેબિનારના આયોજનથી MSME ઉદ્યોગોને B2C ઇ-કોમર્સ માટે સહાયરૂપ બનશે, ગુજરાતના એમ.એસ.એમ.ઈ ઉદ્યોગો એમેઝોનના ઇ-કોમર્સ પ્લેટફોર્મથી 200થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકશે- MSME ઉદ્યોગોને ઘરઆંગણેથી મળશે વિશ્વ વેપાર-કારોબારની તક મળશે. રાજ્યના MSME ઉદ્યોગો માટે એમેઝોનના 17 જેટલા ફોરેન ડીજીટલ માર્કેટપ્લેસ, બિઝનેસ ટુ કસ્ટમર્સ B2C ઇ-કોમર્સ એક્સપોર્ટ - ગ્રાહકો સાથે જ સીધા વેચાણની નવી તકો ઉભી કરશે.
આ પણ વાંચો:પાટણની HNGU અને ઈન્દોરની SAGE યુનિવર્સિટી વચ્ચે MOU
200 થી વધુ દેશમાં પ્રોડક્ટ એક્સપોર્ટ થઈ શકે
રાજ્યના એમ.એસ.એમ.ઈ વિશ્વના 200થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકે તે હેતુથી રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડર્સ્ટેન્ડીંગ MOU થયા છે. આ એમ.ઓ.યુ.માં CM વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના MSME કમિશનર રણજીત કુમાર અને એમેઝોનના ગ્લોબલ સેલિંગ હેડ અભિજીત કામરાએ આ એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા હતા.