અમદાવાદ : શહેરના મીઠાખળી વિસ્તારમાં રહેતા દીનેશભાઈએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તા.25 જાન્યુઆરીએ તેઓ મોટા પુત્ર અને પત્ની સાથે ધંધુકા ગયા હતા. જે બાદ તા. 26મીએ પરત આવ્યા હતા. પરત આવ્યા બાદ તેમની પત્ની નોકરીએ જતા રહ્યા હતા. તેમજ મોટો પુત્ર પણ કોઈ કામ અર્થે જતો રહ્યો હતો. બાદમાં તેમનો નાનો પુત્ર અલ્પેશ ઘરે આવ્યો અને કહેવા લાગ્યો હતો કે, મને પૂછયા વિના કેમ સગા સંબંધીના ઘરે જાઓ છો, તેમ કહીને મારવા લાગ્યો હતો.
અમદાવાદમાં સામાજિક પ્રસંગમાં ગયેલા પિતાએ પુત્રને જાણ ના કરતા પુત્રએ પિતાને માર્યા - અમદાવાદમાં પુત્રએ પિતાને માર્યા
અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સામાજિક પ્રસંગમાં ગયેલા પિતાએ પુત્રને આ અંગે જાણ ના કરતા પુત્રએ પિતાને માર માર્યા છે. આ મામલે પિતાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી હતી.
અમદાવાદ
ત્યારબાદ પિતાને માર મારતા દિનેશભાઇ તાત્કાલિક નવરંગપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમને પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમજ પુત્રના મારથી દીનેશભાઈને નાક પર ફેક્ચર થયું હતું અને સર્જરી કરાવવી પડી છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપી પુત્રની ધરપકડ કરી હતી.