ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં સ્થિતિ વિકટ બનશે તો ઈન્ટરનેટ બંધ કરાશેઃ ગૃહ વિભાગ - રાજ્ય સરકાર

અમદાવાદ : કેન્દ્ર સરકારે નવો લાગુ કરેલો નાગરિકતા સંશોધન કાયદો વિરોધના વંટોળમાં ઘેરાયો છે. આ કાયદા સામે દેશભરમાં આંદોલનો થઈ રહ્યાં છે, હવે તેનો હિસ્સો ગુજરાત રાજ્ય પણ બન્યુ છે. ગુજરાતમાં પણ અમદાવાદ સહિતના મોટા શહેરોમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે. આજે રાજકોટ અને વડોદરામાં છમકલાં થયા. જેથી હવે જો રાજ્યમાં પરિસ્થિતિ વિકટ બને તો સરકારે ઈન્ટરનેટ બંધ કરવાના સંકેત આપ્યા છે.

પરિસ્થિતિ ખરાબ થશે તો જ ઇન્ટરનેટ સેવા બંધ થશે
પરિસ્થિતિ ખરાબ થશે તો જ ઇન્ટરનેટ સેવા બંધ થશે

By

Published : Dec 20, 2019, 5:13 PM IST

રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેર એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે જે રીતે રાજ્યમાં વિરોધ થઈ રહ્યો છે તેને ધ્યાનમાં લઈને જો હવે રાજ્યમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે તો 20 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવશે. રાજ્ય સરકારે જાહેર કરેલી એડવાઇઝરીમાં ટેલિકોમ સર્વિસ રૂલ્સ 2017 પ્રમાણે રાજ્ય સરકાર રાજ્યની ખરાબ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ટેમ્પરરી પેજીસ પર ત્રણ દિવસ સુધી ઇન્ટરનેટ બંધ કરી શકશે. જે 20 ડિસેમ્બર 2019થી 22 ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન ઇન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લઇ શકે છે.

પરિસ્થિતિ ખરાબ થશે તો જ ઇન્ટરનેટ સેવા બંધ થશે
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જે રીતે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં લઈને ઇન્ટરનેટ બંધ થઈ ગયું હોવાની અફવા પણ ફેલાઇ હતી. પરંતુ, રાજ્ય સરકાર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જ ઇન્ટરનેટ સેવા ઉપર પ્રતિબંધ મુકશે.

ABOUT THE AUTHOR

...view details