લૉક ડાઉનમાં ‘તથાસ્તુ’ શોર્ટ ફિલ્મ હકારાત્મકતાનો સંદેશ આપે છે, જૂઓ વીડિયો - Abhilash Ghoda
વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ભારત અને તેમાંય ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધતી જઈ રહી છે. લૉકડાઉન પાર્ટ 3 ચાલી રહ્યો છે. લૉકડાઉનના સંજોગોમાં તમામ લોકો કંટાળી ગયાં છે અને કેટલાક લોકો તો ડીપ્રેશનનો અનુભવ કરતાં હશે. આવા કપરા સંજોગોમાં હકારાત્મક સંદેશ આપતી શોર્ટ ફિલ્મ આપણે પણ જોઈએ.
લૉક ડાઉનમાં ‘તથાસ્તુ’ શોર્ટ ફિલ્મ હકારાત્મકતાનો સંદેશ આપે છે, જૂઓ વિડીયો
અમદાવાદ : સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાંચ મીનીટ તેતાલીસ સેકન્ડની(૦૫:૪૩) એક હકારાત્મક ફિલ્મ "તથાસ્તુ" તૈયાર કરી છે. જેનું લેખન અને વાણી ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મના જાણીતા કલાકાર મેહુલ બુચના છે. વિઝ્યુલાઇઝેશન અભિલાષ ઘોડાનું છે. કેમેરાવર્ક કરન ઘોડા અને એડીટીંગ વિવેક ઘોડાએ સંભાળ્યું છે. તો આવો નિહાળીએ આ અદભૂત શોર્ટ ફિલ્મ.