ગુજરાત

gujarat

ETV Bharat / state

વિપક્ષનો મોટો દાવો, વડાપ્રઘાને જે સ્કુલની મુલાકાત કરી હતી, તે ફક્ત સેટ ઉપર જ બની હતી - PM Modi Gandhianagar

રાજકીય પાર્ટી દાવા મુજબ પીએમ મોદી (PM Modi Gandhianagar) ગાંધીનગરમાં જે સ્કૂલમાં ગયા તે સ્કૂલ બિલકુલ હૈયાત નથી. મોદી ચૂંટણીમાં ફાયદો લેવા માટે ટેન્ટમાં એક હંગામી સ્કૂલ બનાવડાવી (School of Excellence Programme) હતી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સ્કૂલ જોવા માટે ગયા હતા એ સમયે પોલીસે એમની અટકાયત કરી લીધી હતી.

આમ આદમી પાર્ટીનો મોટો દાવો, જે સ્કૂલમાં મોદી ગયા એ શાળા છું મંતર
આમ આદમી પાર્ટીનો મોટો દાવો, જે સ્કૂલમાં મોદી ગયા એ શાળા છું મંતર

By

Published : Oct 21, 2022, 11:56 AM IST

Updated : Oct 21, 2022, 4:58 PM IST

ગાંધીનગરઃવડાપ્રધાનમોદી બે દિવસ પહેલા જ્યારે ગુજરાતના (PM Modi Gandhianagar) પ્રવાસે હતા એ સમયે તેમણે ગાંધીનગરમાં સ્કૂલ ઓફ એક્સેલન્સના એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ બાળકો સાથે લેપટોપ પર અભ્યાસ કરતા જોવા મળે છે. પરંતુ આ ફોટો (School of Excellence Programme) અને સ્કૂલ પર સવાલો ઉઠવા લાગ્યા છે.

વિપક્ષ મોટો દાવો, જે સ્કૂલમાં મોદી ગયા એ શાળા છું મંતર થઈ ગઈ

આ ફોટા પર સોશિયલ મીડિયામાં ટ્વિટર વૉર શરૂ થઈ ચૂકી છે. રાષ્ટ્રીય લોકદળનું એવું કહેવું છે કે, '27 વર્ષમાં ભાજપ ગુજરાતમાં એક પણ સ્કૂલ બનાવી શક્યું નથી જ્યાં મોદીજીનું ફોટોશૂટ કરાવી શકાય, તેના માટે પણ ફોટોશોપ/ફ્લેક્સનો ઉપયોગ કરવો પડે છે. આ ખૂબ જ નિંદનીય બાબત છે'.

આ જ મુદ્દાઓ પર કોંગ્રેસના છત્તીસગઢ પ્રભારી અને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ ચંદન યાદવે પણ ટોણો માર્યો છે. તેમણે કહ્યું કે 'સાબના શૂટિંગ માટે ગઈ કાલે સ્કૂલનો સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. સસ્તી સિરિયલો પણ મોદીના ન્યૂઝ શૂટ જેટલી નકલી નથી'.

આમ આદમી પાર્ટીએ પણ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, અડાલજ ત્રિમંદિરની બાજુમાં આવેલી અને શ્રી પ્રધાનમંત્રીજી દ્વારા ઉદઘાટન કરેલ ભવ્ય સ્કૂલ ઓફ એક્સેલેન્સની મુલાકાત લેવા ગયેલા આમ આદમી પાર્ટીના એજ્યુકેશન સેલ અને ગાંધીનગર સંગઠનના હોદેદારો, કાર્યકર્તાઓની તાનાશાહ ભાજપ સરકારે ગેરકાયદેર અટકાયત કરવામાં આવી.

ગાંધીનગરમાં પોતાને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કહેનારા કેટલાક લોકો સ્કૂલ જોવા ગયા તો ત્યારે પોલીસે એમને જ્યાં કાર્યક્રમ થયો હતો ત્યાં જતા રોકી દેવાયા હતા. આ તમામ વાતને ધ્યાને લઈને ગુજરાત ભાજપને ટ્વિટ કરીને જવાબ આપ્યો છે કે,'નવા નિશાળિયા જોઈ લો આ તસવીરો, વર્ષ 2003થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ 45 ડિગ્રી ગરમીમાં પણ ગામેગામ જઈ વાલીઓને પોતાના બાળકોને શાળામાં મૂકવાની વિનંતી કરીને શિક્ષણની અલખ જગાવી હતી. 'આપ'નું અસ્તિત્વ પણ નહોતું ત્યારે, ગુજરાતમાં શિક્ષાક્રાંતિ સર્જાઈ હતી.' ગુજરાતમાં દરેક પાર્ટીઓ જુદા જુદા મુદ્દાઓ પર દાવા કરી રહી છે. કોણ સાચું અને કોણ ખોટું એનું પરિણામ તો ચૂંટણી બાદ જોવા મળશે.

Last Updated : Oct 21, 2022, 4:58 PM IST

ABOUT THE AUTHOR

...view details